
બ્રિટને કોવિડ-19 ટ્રાવેલ નિયમોમાં એસ્ટ્રાજેનિકાને આપી માન્યાતા, કોવિશીલ્ડનો સમાવેશ ન કરતા ભારત સાથે મતભેદનો આરોપ
- બ્રિટન સાથે સર્જાયો વિવાદ
- ટ્રાવેલ નિયમોમાં કોવિશીલ્ડ વેક્સિનનો નથી કર્યો સમાવેશ
- એસ્ટ્રાજેનિકાને આપી પરવાનગી
દિલ્હીઃ- બ્રિટનની મુસાફરી કરવા માટે હાલમાં ત્રણ અલગ અલગ સૂચિઓ બનાવવામાં આવી છે જેમાં રેડ,એમ્બર અને ગ્રીનનો સમાવેશ થાય છે,કોરોનાના જોખમ પ્રમાણે જુદા જુદા દેશોને અલગ અલગ યાદીમાં રાખવામાં આવ્યા છે. જો કોઈ દેશ રેડ સૂચિમાં હોય, તો તેમાંથી આવતા પ્રવાસીએ યુકે પહોંચ્યા બાદ 10 દિવસ સુધી હોટેલ ક્વોરેન્ટાઈનમાં રહેવું જરૂરી છે .આ સમયગાળાના અંતના 2 દિવસ પહેલા તેણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે.
આ સાથે જ જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેઓએ પણ આ નિયમોનું પાલન કરવું પડશે. ક્વોરોન્ટાઈન નિયમનું ઉલ્લંઘન કરવાથી 10 હજાર પાઉન્ડ સુધીનો દંડ થશે. આ સિવાય જો કોઈ મુસાફર નેગેટિવ RTPCR ટેસ્ટ વગર યુકે આવી રપહોંચે છે તો તેને 5 હજાર પાઉન્ડનો દંડ થઈ શકે છે.
બ્રિટને હાલ ભારતને એમ્બર લિસ્ટમાં મૂક્યું છે. આનો અર્થ એ છે કે અહીંથી જતા મુસાફરોએ મુસાફરીના ત્રણ દિવસ પહેલા કોવિડ -19 ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે. આમ કરવામાં નિષ્ફળતા પેસેન્જર પર 500 પાઇન્ડનો દંડ લગાવાશે. બ્રિટન પહોંચ્યાના બીજા દિવસે, પ્રવાસી માટે કોરોના ટેસ્ટ ફરીથી કરાવવો જરૂરી છે. જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેમના માટે પૂર્વ-મુસાફરી પરીક્ષણ પણ જરૂરી છે. એકમાત્ર રાહત એ છે કે જો તેઓએ બ્રિટનમાં માન્ય રસી લીધી હોય, તો તેમને ક્વોરોન્ટાઈન નહી થવું પડે.
આ સાથે જ યુકેમાં મોર્ડેના, ફાઇઝર, જોનસન એન્ડ જોન્સન અને એસ્ટ્રાઝેનેકાની કોવિડ રસીને મંજૂરી આપવામાં આવી છે. જો એમ્બર સૂચિમાં સમાવિષ્ટ દેશના પ્રવાસીએ માન્ય રસી લીધી ન હોય, તો તેઓને પોતાના ઘરે 10 દિવસ અથવા જ્યાં તે યુકેમાં રોકાવાના હોય ત્યા 10 દિવસ ક્વોરોન્ટાઈન રહેવું પડશે. બ્રિટને જાહેરાત કરી છે કે 4 ઓક્ટોબરથી હવે તેની પાસે માત્ર એક જ રેડ લીસ્ટ હશે, એટલે કે તમામ યાદીઓ મર્જ કરવામાં આવશે અને માત્ર રેડ યાદી જ રહેશે.
ભારતમાં મોટાભાગના લોકોને કોવિડશીલ્ડ રસી મળી છે. આ બ્રિટનની એસ્ટ્રાઝેનેકા રસીનું ભારતીય સંસ્કરણ છે. તેને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં બનાવવામાં આવ્યું છે, છતાં ભારતને યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે. યુકેમાં નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયનના પ્રમુખ સનમ અરોરાએ જણાવ્યું હતું કે, “ભારતીય વિદ્યાર્થીઓ નારાજ છે કે તેમને લાગે છે કે આ એક ભેદભાવભર્યું પગલું છે કારણ કે અમેરિકા અને ઇયુમાં તેમના સમકક્ષો કરતાં અલગ વર્તન કરવામાં આવે છે. થઈ રહ્યું છે.