
કોરોનાની ગતિ ઘીમી પડીઃ- છેલ્લા 24 કલાકમાં 3 મહિના બાદ 50 હજારથી ઓછા કેસ સામે આવ્યા
- 3 મહિના બાદ 50 હજારથી ઓઠછા કેસ નોંધાયા
- કોરોનાના કેસોમાં મોટી રાહત
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાના કેસો ઘટતા જોવા મળી રહ્યા છે, કોરોનાની બીજી લહેરની ગતિ ઘીમી પડી છે, જો કે એનો અર્થ એ નથી કે કોરોના સમાપ્ત થઈ ગયો છે, હાલ પણ કોરોના વાયરસનું અસ્તિત્વ છે, જો કે કેસો ઘટી રહ્યા છએ તે એક સારી બાબત કહી શકાય, સાજા થનારા દર્દીઓની સંખ્યા સંક્રમિત થતા દર્દીઓ કરતા વધી છે.
દેશમાં મધ્યપ્રદેશ ઉપરાંત હવે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના ડેલ્ટા પલ્સ વેરિઅન્ટની પૃષ્ટિ કરવામાં આવી છે. આટલું જ નહીં, 21 જૂનના દિવસે, દેશમાં કોરોના રસીકરણએ રેકોર્ડ તોડ્યો છે. 21 જૂને એક દિવસમાં 86 લાખથી વધુ રસી આપવામાં આવી છે. જો કે આ સમગ્ર સ્થિતિ વચ્ચે દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસો 90 દિવસ પછી 50 હજાર કરતા પણ ઓછા થયેલા જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1 હજાર 167 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
કોરોના વાયરસના દૈનિક કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે.આ બાબતે જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 50 હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 42 હજાર 640 નવા કેસ નોંધાયા છે.જે કોરોનાની ગતિ ઘીમી પડી છે તે દર્શાવે છે.
ઉલ્લેખનીય છએ કે, દેશમાં રસીકરણને વેગ આપવામાં આવ્યો છએ સાથે સાથએ ટેસ્ટ પણ વધારાયા છે,ભારતીય તબીબી સંશોધન પરિષદે માહિતી આપી હતી કે છેલ્લા 24 કલાકમાં 16 લાખ 64 હજાર 360 લોકોનાં નમૂના લેવામાં આવ્યા છે.