
શું તમે જાણો છો દેશના આ ભયાનક જંગલ વિશે, જ્યા જવું જોખમી સાબિત થઈ શકે છે
- આ છે દેશના આ ભયાનક જંગલ
- જ્યા જવું એટલે મોતને ભેંટવા જવું
ભારત તેની સંસ્કૃતિ અને સભ્યતા ઉપરાંત કુદરતી સૌંદર્ય માટે જાણીતો દેશ છે. અહીની પ્રાકૃતિક સુંદરતા સૌ કોઈને ગમે તેવી છે. ભારતમાં ઘણા મોટા જંગલો છે. આ કારણે ભારતને હરિયાળો અને સુંદર દેશ કહેવામાં આવે છે. આ સિવાય ભારતમાં કેટલાક એવા ખતરનાક જંગલો છે જ્યાં જવું જોખમથી મુક્ત નથી અહી દજવા માટે તમારે જીવનું જોખમ ખેડવું પડશે ચાલો જાણીએ એવા કયા જંગલો છે જ્યાં જ વું મોતને ભેંટવા બરાબર કહેવામાં આવે છે.
1 – પશ્વિમબંગાળનું સુંદરવન
સુંદરવનને ભારતમાં સૌથી ખતરનાક જંગલ માનવામાં આવે છે. તે પશ્ચિમ બંગાળમાં સ્થિત છે. સુંદરવન ગંગા નદીના ડેલ્ટા પર આવેલું છે. આ જંગલ લગભગ 10,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ જંગલ વિશ્વમાં રોયલ બેંગાલ ટાઈગર માટે જાણીતું છે. ખારા પાણીના મગરો પણ અહીં મોટી સંખ્યામાં જોવા મળે છે. સુંદરવનના ડેલ્ટામાં, ભારતની સૌથી પવિત્ર નદીઓ, ગંગા, બ્રહ્મપુત્રા, પદ્મા અને મેઘના જેવી નદીઓ સમુદ્રમાં મળે છે.
2 ગીરનું જંગલ – ગુજરાત
ગીરનું જંગલ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું જંગલ છે. ગુજરાતમાં આવેલું ગીરનું જંગલ એશિયાઈ સિંહો માટે પ્રખ્યાત છે. આ ખતરનાક જંગલ સોમનાથથી 43 કિમી ઉત્તર પૂર્વમાં અને જૂનાગઢથી 60 કિમી દક્ષિણ પૂર્વમાં છે. 1,412 ચોરસ કિલોમીટર ગીર જંગલમાંથી 258 કિલોમીટર ચોરસ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને 1,153 કિલોમીટર ચોરસ વન્યજીવ અભયારણ્ય છે. ગીરનું જંગલ વિશ્વનું પહેલું જંગલ છે જ્યાં એશિયાટિક સિંહો જોવા મળે છે.
3 ખાંસીના પહાડોના જંગલ – મેધાલય
આ ભારતનું ત્રીજું સૌથી મોટું જંગલ માનવામાં આવે છે. તે ભારતના મેઘાલયમાં ખાસી પર્વતોની વચ્ચે આવેલું વરસાદી જંગલ છે. દક્ષિણમાં આવેલા ચેરાપુંજીને કારણે આ જંગલ વર્ષના દરેક દિવસે વરસાદથી ભીનું રહે છે. ખાસી પર્વતોની ટોચ પર આવેલું આ જંગલ લગભગ 1,978 મીટરની ઉંચાઈ પર છે. મેઘાલયમાં આવેલા જંગલો વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે. મેઘાલય એ ભારતનું પહેલું રાજ્ય છે જ્યાં તેની કુલ જમીનના 75 ટકાથી વધુ જંગલો આચ્છાદિત છે.
4 – નામડાફા જંગલ – અરુણાચલ પ્રદેશ
નામડાફા ભારતનું ચોથું સૌથી મોટું જંગલ છે. અરુણાચલ પ્રદેશમાં આવેલું આ જંગલ 1,985 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ભારતના અત્યંત ઠંડા પ્રદેશમાં આવેલા આ જંગલમાં આવા પ્રાણીઓ જોવા મળે છે, જે ભારતમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. આ જંગલોમાં લાલ પાંડા, લાલ શિયાળ જેવા પ્રાણીઓ જોવા મળે છે.
5 – જીમકોર્બેટ નેશનલપાર્ક- ઉત્તરાખંડ
જિમ કોર્બેટ ભારતનું પાંચમું સૌથી મોટું જંગલ છે. આ પાર્ક 1936માં લુપ્ત થતા વાઘના સંરક્ષણ માટે બનાવવામાં આવ્યો હતો. ઉત્તરાખંડના નૈનીતાલમાં સ્થિત જિમ કોર્બેટ 520 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. આ જંગલ બંગાળ વાઘ માટે જાણીતું છે. જીમ કોર્બેટ નેશનલ પાર્કને ભારતનો સૌથી જૂનો રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે.