ડાઉન સિન્ડ્રોમ: જેનેટિકલ સમસ્યાઓ સાથે કુદરતી શક્તિ સાથેનું સમન્વય ધરાવતું વ્યક્તિત્વ
આપણા સૌની માનવ રચના એ ડીએનએ એટલે કે જૈવિય વારસા સાથે સંબંધિત છે. પુરુષ અને સ્ત્રી એમ બંનેના શરીરમાં આવેલી 23-23 રંગસૂત્રોની જોડીમાંથી કોઈ એક રંગસૂત્ર એ તંદુરસ્ત બાળક બનવા માટે અસરકારક ભાગ ભજવે છે પરંતુ પુરુષના રંગસૂત્રમાં આવેલું 21 નંબરનો રંગસૂત્ર જે એક એવા વિશિષ્ટ બાળકને જન્મ આપે છે જેને વિશ્વમાં ‘ડાઉન સિન્ડ્રોમ’ તરીકે ઓળખવામાં આવે છે.
વિશ્વભરમાં દર 21 માર્ચને ‘વિશ્વ ડાઉન સિન્ડ્રોમ જાગૃતિ દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ બાળકોને તેમના શારીરિક દેખાવના આધારે સરળતાથી ઓળખી શકાય છે.
જેમ કે,
- માથાનો આકાર સામાન્ય કરતાં થોડો નાનો
- આંખોની અંદર-બહારની બાજુએ થોડી વળાંકવાળી રચના
- નાનું મોઢું અને થોડી મોટી જીભ
- ટૂંકા હાથ અને પગ
- ટૂંકી ગરદન
- હાથની આંગળીઓ નાની અને પાતળી
- સ્નાયુઓમાં નબળાઈ (low muscle tone)
- ચપટું નાક
આવા શારીરિક દેખાવની સાથે તેમના ચહેરા પર આવતી ક્યુટ જેવી હળવી સ્માઈલ આપણને જોતા જ ગમી જાય તેવું આકર્ષક વ્યક્તિત્વ બાળકો હોય છે.
આ પણ વાંચોઃ વર્તમાન સમયમાં માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે ‘સાયકોલોજીકલ ઇમ્યુનિટી’ ઉપર ધ્યાન આપવું જરૂરી
ડાઉન સિન્ડ્રોમના બાળકો તેમના બૌદ્ધિક અને સામાજિક વિકાસ સાથે તેઓ વિશિષ્ટ પ્રકારનું વર્તન ધરાવતા હોય છે બૌદ્ધિક વિકાસ વિશે વાત કરીએ તો આ બાળક હળવેથી મધ્યમ કક્ષાનો બુદ્ધિ આંક ધરાવતા હોય છે. આ બાળકોનો વિકાસ એ સામાન્ય બાળકોની સરખામણીમાં ધીમો વિકાસ જોવા મળતો હોય છે બાળકોને કોઈ સામાજિક કૌશલ્યની તાલીમ આપવામાં આવે તો તેઓ જલ્દીથી તેને શીખી જતા હોય છે તેઓનું ડ્રોઈંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડેકોરેશન જેવા ક્ષેત્રે પોતાની સામાજિક કૌશલ્યથી લોકોને મંત્રમુગ્ધ કરી દેતા હોય છે.
આ અંગે એક ઉદાહરણ વિશે વાત કરી તો વર્ષ 2025 માં આવેલી આમીરખાનની ‘સિતારે જમીન પર’ મુવીમાં ભજવેલા યુવા ડાઉન સિન્ડ્રોમ વ્યક્તિઓના પાત્ર તેમની બૌદ્ધિક અને સામાજિક કૌશલ્ય વિકાસ એ ઉત્તમ રીતે જોવા મળી છે. જે રીતે એક સામાન્ય વ્યક્તિ દૈનિક જીવનમાં જે રીતે પોતાની લાગણીઓને અનુભવી શકે છે એટલે કે રડવું, હસવું, પીડા થવી જેવી લાગણીઓને રજૂ કરી શકે છે બરાબર તે જ રીતે આ ડાઉન સિન્ડ્રોમનું બાળક પોતાના નજીકના વ્યક્તિઓ સાથે અનુભવી શકે છે.
આ પણ વાંચોઃ સ્કોપ-2: રણને વનમાં ફેરવનાર રાજાના સંકલ્પ, વિજ્ઞાન અને સંઘર્ષની વાર્તા
આવાં બાળકોના સર્વાંગી વિકાસમાં તેમના માતા પિતાનું શ્રેષ્ઠ યોગદાન હોય છે. આ બાળકોને તેમના વિકાસના શરૂઆતના સમયગાળા દરમિયાન બિહેવિયર થેરાપી, કોગ્નિટિવ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, રેમેડીયલ ટિચિંગ, ફિઝિયોથેરાપી, સોશિયલ સ્કિલ ટ્રેનીંગ જેવી વિશિષ્ટ થેરાપી તેમના વિકાસના ઘડતરરૂપ માટે મદદરૂપ બને છે. વર્તમાન સમયમાં સરકારના વિવિધ કાર્યક્રમોથી તેઓને ઘણા સરકારી, પ્રાઇવેટ તેમજ સામાજિક સંસ્થાઓની મદદથી આ બાળકો આત્મનિર્ભર બની રહ્યા છે. બાળકને જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેઓ પોતાની કુદરતી શક્તિની મદદથી તેઓ આવી સંસ્થાઓમાં ખૂબ જ સરસ કાર્ય કરી શકતા એમ હોય છે અને પોતાના કુટુંબીજનોને પણ આર્થિક રીતે મદદ કરી શકે એમ હોય છે.
આ પણ વાંચોઃ અમદાવાદ અને સુરત મેટ્રો માટે કુલ 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર અપાયો
મન:મર્મ- એક સારું વાતાવરણ બાળકના સર્વાંગી વિકાસમાં અગત્યનો ફાળો ભજવે છે. ડાઉન સિન્ડ્રોમ જેવા વિશિષ્ટ બાળકોમાં પણ યોગ્ય અનુકૂળ વાતાવરણ જો આપવામાં આવે તો બાળક આત્મનિર્ભર બની શકે છે.



