
સોમનાથ સહિત આઠ ધાર્મિક સ્થળોને ભિક્ષુકમુક્ત બનાવાશે, રૈનબસેરામાં રાખવામાં આવશે
અમદાવાદઃ રાજ્યમાં ગરીબોના જીવન ધોરણમાં સુધારો થાય તે માટે સરકાર દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ અમદાવાદ શહેરમાં પસંદ કરેલા કેટલાક ચાર રસ્તા ઉપર એએમટીએસની બસમાં રસ્તા ઉપર ભિક્ષા વૃતિ કરતા બાળકોને અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમને માથા ઉપર છત્ત મળી રહે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રા દામ સોમનાથ સહિત 8 મુખ્ય ધાર્મિક સ્થળોને ભિક્ષુક મુક્ત કરવા કયાત શરૂ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ભિક્ષુક મુક્ત ગુજરાત માટે ભિક્ષુકમુક્ત પ્રોજેકટ શરૂ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ અને બહુચરાજી સહિત આઠ મુખ્ય ધાર્મિક સ્થળોને ભિક્ષુક મુક્ત બનાવવામાં આવશે. આ સ્થળો ઉપર લગભગ 5 હજાર જેટલા ભિક્ષુકો હોવાનું જાણવા મળે છે. આ ભિક્ષુકોને રૈન બસેરામાં રાખવમાં આવશે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સંમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારીની શોધમાં આવે છે. મનપા દ્વારા માથા ઉપર છત નહીં ધરાવતા શ્રમજીવીઓ માટે વિવિધ વિસ્તારમાં રૈન બસેરા તૈયાર કરવામાં આવ્યાં છે.