
મશહૂર સિતાર વાદક પદ્મભૂષણ દેબૂ ચૌધરીનું 85 વર્ષની વયે કોરોનાના કારણે નિધન
- સિતાર વાદક પંડિત દેવવ્રત ચૌધરીનું નિધન
- છેલ્લા એઠવાડિયાથી કોરોના પોઝિટિવ હતા
- બે દિવસ અગાઈ તબિયત બગડતા વેન્ટિલેટર પર રાખવામાં હતા
મુંબઈ- પંડિત દેબૂ ચૌધરીની ખૂબ જ નજીકના એવા સંગીતકાર ઝફર મિર્ઝા નિયાઝીએ જણાવ્યું હતું કે શનિવારે વહેલી સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દેબુ ચૌધરીને દિલ્હીની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની હાલત વધુ વણસી જતા તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ આ અઠવાડિયાની શરૂઆતમાં દેબુ ચૌધરી કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. તેમને સારવાર માટે ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું ઓક્સિજન સ્તર સતત નીચે જતુ રહ્યુ હતુ. શુક્રવારે સવારે તેમની તબિયત લથડતાં તેને વેન્ટિલેટર સપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. શનિવારે આખરે તેમણે દમ તોડ્યો હતો.
સેનિયા ઘરાનાના અગ્રણી કલાકારોમાંના એક પંડિત દેવવ્રત ચૌધરીએ તેમના જીવનના છ દાયકા સિતાર સાધના માટે સમર્પિત કર્યા છે. નાની ઉંમરે સિતાર અપનાવનારા દેબૂ ચૌધરીએ સમગ્ર દુનિયાભરમાં પ્રવાસ કર્યો અને લોકોને તેમના સિતારની ધ્વનિ તરંગોથી આકર્ષ્યા.
દેબૂ ચૌધરીને દેશ-વિદેશમાં ઘણી પ્રશંસા મળી છે. સંગીત નાટક એકેડેમી એવોર્ડ વિજેતા દેબુ ચૌધરીને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. એક શિક્ષણશાસ્ત્રી અને લેખક તરીકે, તેમણે સંગીત પર ઘણું બધુ કર્યું છે.
સાહિન-