
રાફેલ-એમ ડીલ પર ભારત અને ફ્રાન્સની જુલાઈમાં ડીલને મંજૂરી બાદ અધિકારીઓ વચ્ચે પ્રથમ બેઠક યોજાઈ
દિલ્હીઃ- ફ્રાંસ અને ભારત વચ્ચે જુલાઈમાં રાફેલ એમની ડિલ પર મ્હોર લાગી હતી ત્યારે હવે આ બન્ને દેશઓના અઘિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી.પીએમ મોદીની ફ્રાંસ મુલાકાત પર ભારતીય નૌકાદળની તાકાત વધારવા માટે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ડીલને મંજુરી મળ્યા બાદ પ્રથમ વખત ફ્રાન્સના સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની આગેવાનીમાં એક ટીમ ભારતીય અધિકારીઓને મળી હતી.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ મળેલી બેઠક દરમિયાન બંને પક્ષો વચ્ચે રાફેલ મરીન ડીલ પર ચર્ચા થઈ હતી. ફ્રાન્સની ટીમનું નેતૃત્વ કરી રહેલા અધિકારીના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે ગયા અઠવાડિયે બેઠક થઈ હતી અને ડિફેન્સ સાયબર એજન્સી માટે ઘણા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે.
આ સાથે જ વઘુ માહિતી અનુસાર 26 રાફેલ મરીન એરક્રાફ્ટની ખરીદીની જાહેરાત બાદ બંને પક્ષો પ્રથમ વખત મળ્યા છે. આ પહેલા 26 રાફેલ વિમાન ખરીદવાની યોજનાની જાહેરાત દરમિયાન ભારત અને ફ્રેન્ચ પક્ષો મળ્યા હતા.
ભારતીય પક્ષ ફ્રાંસ સરકારને વિનંતી કરશે સૂત્રોએ જણાવ્યું કે ભારતીય પક્ષે આ સોદા માટે ફ્રાંસ સરકારને પ્રસ્તાવ માટે પત્ર અથવા વિનંતી મોકલવી પડશે. આ અગાઉ, ભારત અને ફ્રાન્સે સંરક્ષણ મંત્રાલયની મંજૂરી પહેલા ઘણી બેઠકો યોજી હતી, જેમાં યુએસના F-18ને બદલે ફ્રાંસના રાફેલ વિમાનના સોદાને મંજૂરી આપવામાં આવી હતી.
વઘુમાં ફ્રાન્સ એરક્રાફ્ટના ઉત્પાદન દરમાં વધારો કરશે તે જ સમયે, ફ્રાન્સે કહ્યું કે જો જરૂરી હોય તો તે તેના ઉત્પાદન દરને ઝડપી બનાવશે અને વર્તમાન દર વર્ષે 18 એરક્રાફ્ટથી વધારીને 30 એરક્રાફ્ટ પ્રતિ વર્ષ કરી શકે છે.ફ્રાન્સ સાથેની વાતચીતમાં ભારતીય નૌકાદળનું પ્રતિનિધિત્વ આસિસ્ટન્ટ નેવી ચીફ રિયર એડમિરલ જનક બેવલી કરશે. આ ઉપરાંત, બંને પક્ષોએ 2016માં ભારતીય વાયુસેનાના કરારની તર્જ પર કરાર વાટાઘાટ ટીમની રચના કરવી પડશે. વર્ષ 2016માં ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ વિમાન ખરીદ્યા હતા.