
જી 20 સમિટના વેલકમ પ્લેસ પર બેકગ્રાઉન્ડમાં જોવા મળતું કોણાર્ક ચક્ર, જાણો શા માટે છે આ મહત્વપૂર્ણ, શું છે તેની વિશેષતા
દિલ્હીઃ- આજે અને કાલે 2 દિવલસ દિલ્હીના પ્રગતિ મેદાન કાતે જી 20 સમિટ યોજાઈ રહી છે આજે સવારથી જ પીએમ મોદી ભારત મંડપમમાં અનેક નેતાઓનું સ્વાગત કરી રહ્યા છે પીએમ મોદી જ્યા ઊભા રહીને સ્વાગત કરતા જોવા મળે છે તેના બેગ્રાઉન્ડમાં એક ચક્રનો ફોટો જોવા મળે છે ચાલો જાણીએ આ ચક્રનું શું મહત્વ છે.
કોણાર્ક ચક્રનું નિર્માણ 13મી સદીમાં રાજા નરસિંહદેવ-1ના શાસનમાં થયું હતું. ભારતના રાષ્ટ્રધ્વજમાં પણ 24 સ્પોક્સ સાથેના આ ચક્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશ્લેષકોના મતે, આ ચક્ર ભારતની પ્રાચીન શાણપણ, અદ્યતન સંસ્કૃતિ અને સ્થાપત્ય શ્રેષ્ઠતાને દર્શાવે છે.
આ સહીત કોણાર્ક ચક્ર સમયની સતત વધતી ગતિ, પ્રગતિ અને કાલચક્રની સાથે સતત પરિવર્તનનું પ્રતીક છે. તે લોકશાહીના ચક્રના શક્તિશાળી પ્રતીક તરીકે સેવા આપે છે, જે લોકશાહી આદર્શોની સ્થિતિસ્થાપકતા અને સમાજમાં પ્રગતિ માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.