
ગોંડલ માર્કેટ યાર્ડ આજથી ત્રણ દિવસ બંધ, બુધવારથી કામકાજ રાબેતા મુજબ થશે
રાજકોટઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજે 16મી જુનને રવિવારથી ત્રણ દિવસ બંધ રહેશે. તેવી જાહેરાત કરવામાં આવી છે. તા. 16 થી 18 જૂન યાર્ડમાં હરાજીને લગતા તમામ કામકાજ બંધ રહેશે. અને તા. 19મા જુનને બુધવારથી તમામ કામગીરી રાબેતા મુજબ થશે
ગોંડલ માર્કેટિંગ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ માર્કેટ યાર્ડમાં આજે રવિવારથી મંઘળવાર સુધી ત્રણ દિવસ રજા રહેશે. એટલે ખેડુતોને કૃષિપાક વેચવા માટે ન આવવા અપિલ કરવામાં આવી છે. આજે 16 જૂનને રવિવારની જાહેર રજા હોવાથી યાર્ડ બંધ રહેશે. તેમજ આવતી કાલે તા. 17 જૂન બકરી ઈદ અને 18 જૂને ભીમ અગિયારસના તહેવારને લઈને ગોંડલ યાર્ડ ત્રણ દિવસ કામકાજ બંધ રહેશે. વરસાદી વાતાવરણને લઈને સૌરાષ્ટ્રભરમાંથી આવતા ખેડૂતો, વેપારીઓ, વાહન માલિકોએ મગફળીના પાલ, મગફળીની ગુણી, અને ધાણાની આવક આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી છે. જ્યારે બુધવારથી કામ પુન: શરૂ થશે.
યાર્ડના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે 16 જૂન રવિવાર, 17 જૂન બકરી ઈદ અને 18 જૂન ભીમઅગિયારના તહેવારને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવક તેમજ હરાજીને લગતા તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યા છે. 19 જૂન બુધવારથી યાર્ડનું તમામ કામકાજ શરૂ થશે. જોકે 18 જૂન મંગળવારના રોજ સવારથી લાલ ડુંગળીની આવક રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. અને મગફળી ગુણી તેમજ પાલની આવક 19 જૂન બુધવારના રાત્રીના 10 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.