
- આજે મહાશિવરાત્રીનો પર્વ
- હરિદ્વાર કુંભનું પ્રથમ શાહી સ્નાન
- હર કી પૌડી પર ભક્તોનો ધસારો
હરીદ્વાર: આજે મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રી શિવ અને શક્તિના મિલનનું પર્વ છે.મહાશિવરાત્રી નિમિત્તે ગુરૂવારે હરિદ્વારમાં મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન છે. કુંભ પહેલા શાહી સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો હર કી પૌડી પહોંચી રહ્યા છે.
હરિદ્વાર કુંભમાં આવતા ભક્તો માટે પાવનધામ ભૂપતવાલા ખાતે 150 બેડની સુવિધાવાળી હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ચંડીટાપુ નીલધારામાં દેશ-વિદેશમાં કવરેજ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મીડિયા સેંટર બનાવવામાં આવ્યું છે. મેલાધિકારી ડો.અર્જુન સિંહ સેંગરે મુખ્યમંત્રીને કહ્યું હતું કે, હોસ્પિટલમાં 38 ડોકટરો ઉપરાંત 90 સ્ટાફ નર્સો,શિફ્ટ વાઇઝ,પેરામેડિકલ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ તબીબોના રોકાવાની વ્યવસ્થા અંગે પણ પૂછપરછ કરી હતી.
કોરોના વાયરસ સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને કુંભ મેળામાં આવતા ભક્તો માટે કેટલાક વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે. ભક્તોએ કોરોના તપાસથી સંબંધિત પોતાનો RT-PCR રિપોર્ટ ઓનલાઇન અપલોડ કરવો પડશે. આ ક્રમમાં ભક્તોએ પણ ખાતરી કરવી જોઈએ કે, આ રીપોર્ટ 72 કલાકથી જુનો ન હોવો જોઈએ. આ રીપોર્ટના આધાર પર ભક્તોને મેળાના પરિસરમાં જવા માટે ઇ-પાસ આપવામાં આવશે.
મહાશિવરાત્રી નિમિતે 11 માર્ચે પ્રથમ શાહી સ્નાન અને ત્યારબાદ યોજાનારા દરેક સ્નાન બાદ ડ્યુટી પર તૈનાત અધિકારીઓ અને કર્મચારીઓને અનિવાર્ય રૂપથી કોવિડ – 19 ની તપાસ કરવા ફરજીયાત આદેશ આપવામાં આવ્યા હતા. પ્રથમ શાહી સ્નાન માટે હરિદ્વારમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર સી રવિશંકરે જણાવ્યું હતું કે,દરેક સ્નાનના પાંચ દિવસ પછી કુંભ ડ્યુટીમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓએ કોવિડ -19 નો આરટી-પીસીઆર તપાસ કરાવો પડશે.
-દેવાંશી