
CWC 2019 ભારત વિરુદ્ધ શ્રીલંકા: સ્ટેડિયમ પરથી “કાશ્મીર માટે ન્યાય” સૂત્ર સાથેના બેનરવાળું પ્લેન થયું પસાર
ICC વર્લ્ડ કપ 2019માં લીડ્સ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન હેડિંગ્લે સ્ટેડિયમ ઉપરથી એક પ્લેન પસાર થયું હતું. તેના સહારે એક બેનર લટકતું હતું અને તેના બેનર પર લખેલું હતું- કાશ્મીર માટે ન્યાય.

આવી જ રીતે 29 જૂને આ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વખતે પણ એક પ્લેન પસાર થયું હતું. આ પ્લેનની સાથે બેનર લટકતું હતું, તેના પર સૂત્ર લખેલું હતું કે બલૂચિસ્તાન માટે ન્યાય.
News Flash: Plane with a banner having #JusticeForKashmir slogan hovering over Headingley Stadium while #INDvSL match being played. @BBCHindi @BBCIndia #IndiaVsSriLanka pic.twitter.com/WNCLCmPVgQ
— Nitin Srivastava (@TweetNitinS) July 6, 2019
29 જૂનના મામલા પર આઈસીસીએ કહ્યું હતું કે અમે આઈસીસી વિશ્વકપમાં કોઈપણ પ્રકારના રાજકીય સંદેશની અવગણના કરી શકીએ નહીં અને અમે વેસ્ટ યોર્કશાયર પોલીસ સાથે મળીને આ મામલાને જોઈ રહ્યા છીએ અને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે આવા પ્રકારની વસ્તુ કેમ થઈ રહી છે, અમે કોશિશ કરીશું કે ફરીથી આમ થાય નહીં.