
- ભારત પાડોશી દેશને વેક્સિન સપ્લાયમાં મોખરે
- મ્યાનમાર,બાંગલાદેશ નેપાળને પહોંચાડી વેક્સિન
દિલ્હીઃ-દેશમાં ઉમરજન્સીના ઉપયોગ માટે બે વેક્સિનને મંજુરી મળી ચૂકી છે આ સાથે જ સમગ્ર દેશમાં વેક્સિનેશન પણ શરુ કરવામાં આવી ચૂક્યું છે,પૂણેના સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં ઉત્પાદિત કોરોના વેક્સિનની માંગ બહારના દેશોમાં પણ ઉટવા પામી છે.ત્યારે ભારત પણ પોતાની પાડોશી ઘર્મ નિભાવી રહ્યું છે અને વેક્સિનની સપ્લાય કરી રહ્યું છે.
ભારતે કરેલા વાયદા પ્રમાણે ભારત પોડાશી દેશોને વેક્સિનની સપ્લીય કરી રહ્યું છે, હવે આ વેક્સિનનો જથ્થો મ્યાનમાર, સેશેલ્સ અને મોરેશિયસ દેશોમાં મોકલવામાં આવશે. આજ રોજ શુક્રવારે વહેલી સવારે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર વેક્સિનનો જથ્થો મોકલવામાં આવ્યો છે. ત્યાંથી થોડા સમયમાં વિમાન આ દેશોને સપ્લાય કરવા માટે રવાના થશે.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટથી આજ રોજ કોરોના વેક્સિનના વેક્સિનનો જથ્થો કાઠમંડુ અને ઢાકા માટે રવાના કરવામાં આવ્યો હતો, જેમાં કાઠમંડુ માટે 10 લાખ ડોઝ લઈને વિમાને સવારે 6 વાગ્યેને 40 મિનિટ પર વિમાન રવાના થયું હતું જ્યારે ઢાકા માટે 20 લાખ ડોઝ લઈને સવારે 8 વાગ્યે વિમાન રવાના થયું હતું.
આ સાથે જ 30 મિલિયન ધરાવતાો દેશ નેપાળમાં 72 ટકા નાગરિકોને રસી આપવાનું આયોજન કરી રહ્યું છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટથી બુધવારે સવારે કોવિશીલ્ડ વેક્સિનની 1.5 લાખ ડોઝ ભૂટાન અને 1 લાખ ડોઝ માલદીવ્સ માટે પણ મોકલવામાં આવ્યા હતા.
અનેક પાડોશી દેશોને મોટી સંખ્યમાં કોરોનાથી રક્ષણ આપાવવા માટે જરૂરી સામાન જેમ કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન, રેમેડિસવિર અને પેરાસીટામોલ દવાઓ સાથે ડાયગ્નોસ્ટિક કિટ્સ, વેન્ટિલેટર, માસ્ક, ગ્લોવ્સ અને અન્ય તબીબી સહાયક સાધનો પણ ભારત તરફથી મોકલવામાં આવ્યા હતા.