
ભારતીય વાયુસેનાની તાકાત થઈ બમણી , દેશને પ્રથમ C-295 એરક્રાફ્ટ મળ્યું
દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ વઘુને વઘુ મજબૂત બનવાની દિશામાં કાર્ય કરી રહી છે ત્યારે હવે ભારતીય વાયુસેનાની તાકાત વઘતી જોવા મળી છે આજરોજ દેશને તેનું પ્રથમ C-295 એરક્રાફ્ટ મળ્યું છે એટલે કે વાયુસેના હવે વઘુ તેજ બનશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણેસ્પેનનું પહેલું C-295 લશ્કરી વિમાન ટૂંક સમયમાં ભારતમાં લેન્ડ થવા જઈ રહ્યું છે. કેહવામાં આવી રહ્યું છે કે ભારતીય વાયુસેનાના વડા વિમાન લેવા માટે સ્પેન પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં, ભારતે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે 56 સી-295 એરક્રાફ્ટ માટે કરાર કર્યો હતો, જે એવરો-748 એરક્રાફ્ટનું સ્થાન લેશે. ખાસ વાત એ છે કે ભારતને સ્પેન પાસેથી 16 C-295 એરક્રાફ્ટ મળશે. જ્યારે બાકીના 40 એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં કરવામાં આવશે
આ સાથે જ એવી શક્યતાઓ છે કે પ્લેન 25 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર લેન્ડ થઈ શકે છે. ભારતે આ ડીલ 21 હજાર કરોડ રૂપિયામાં કરી હતી. કરાર હેઠળ 4 વર્ષમાં 16 એરક્રાફ્ટની ડિલિવરી થવાની છે.અધિકારીઓએ માહિતી આપી છે કે મે 2024 સુધીમાં ભારતને બીજું C-295 એરક્રાફ્ટ મળશે.
વઘુ જાણકારી પ્રમાણે ઓગસ્ટ 2025 સુધીમાં તમામ 16 એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને આપવામાં આવશે. અહીં, પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ, જેનું ભારતમાં ઉત્પાદન થવા જઈ રહ્યું છે, તે સપ્ટેમ્બર 2026 સુધીમાં અને અન્ય 39 વિમાન ઓગસ્ટ 2031 સુધીમાં પહોંચાડવાની અપેક્ષા છે.