1. Home
  2. ગુજરાતી
  3. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પૌત્રીને તેડીને કહ્યુ, કોઈપણ સંપત્તિ આ આંખોની ચમકની બરાબરી કરી શકે નહીં
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પૌત્રીને તેડીને કહ્યુ, કોઈપણ સંપત્તિ આ આંખોની ચમકની બરાબરી કરી શકે નહીં

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પૌત્રીને તેડીને કહ્યુ, કોઈપણ સંપત્તિ આ આંખોની ચમકની બરાબરી કરી શકે નહીં

0
Social Share

નવી દિલ્હી: વિશ્વના સૌથી વધુ અમીર લોકોની યાદીમાં સામેલ ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ફાઉન્ડર તથા ચેરમેન ગૌતમ અદાણીની કેન્ડિડ મૂવમેન્ટ સામે આવી છે. ગૌતમ અદાણીએ આજે એક્સ પર એક પોસ્ટ દ્વારા પોતાની કારોબારી ઈમેજથી અલગ એક તસવીર રજૂ કરી છે. જેમાં તેઓ નાનકડી માસૂમ બાળકીને વ્હાલ કરતા દેખાય રહ્યા છે. આ બાળકી તેમની પૌત્રી છે.

ગૌતમ અદાણીએ આજે સવારે એક એક્સ પોસ્ટ દ્વારા પોતાના વ્યક્તિત્વનું બીજું પાસું દર્શાવ્યું અને પોતાની પૌત્રીને તેડીને તસવીર સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર કરી છે. ગૌતમ અદાણીએ પોતાની પૌત્રી સંદર્ભે કહ્યુ છે કે કોઈપણ દોલત આ આંખોની ચમકની બરાબરી કરી શકે નહીં. અબજોપતિ કારોબારીએ એક્સ પર પોતાની 14 માસની પૌત્રી કાવેરીની તસવીર સાથે એક પોસ્ટમાં આ વાત કહી છે.

ગૌતમ અદાણીની સૌથી નાની પૌત્રી કાવેરી તેમના પુત્ર કરણ અદાણી અને પુત્રવધૂ પરિધિની ત્રીજી પુત્રી છે. અદાણી ગ્રુપના ચેરમેને કહ્યુ છે કે આ આંખોની ચમકની તુલનામાં દુનિયાની તમામ દોલત ફીકી છે.

આ તસવીર 21 માર્ચે લંડનના સાયન્સ મ્યૂઝિયમમાં ન્યૂ અદાણી ગ્રીન એનર્જી ગેલેરીમાં લેવામાં આવી હતી॥ તાજેતરમાં એક કાર્યક્રમમાં ગૌતમ અદાણીએ કહ્યુ હતુ કે પોતાની પૌત્રીઓ સાથે સમય વિતાવવો તેમના માટે ઘણી રાહત ભરેલી ક્ષણ હોય છે. ગૌતમ અદાણીએ કહ્યુ હતુ કે મને મારી પૌત્રીઓ સાથે સમય વિતાવવો સારું લાગે છે. તેનાથી તમામ તણાવ દૂર થઈ જાય છે. મારી માત્ર બે દુનિયા છે, કામ અને પરિવાર. મારા માટે પરિવાર શક્તિનો એક મોટો સ્ત્રોત છે.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની નેટવર્થ હાલ 102 અબજ ડોલર પર છે અને બ્લૂમબર્ગ બિલિયનિયર્સ ઈન્ડેક્સના ધનિકોની યાદીમાં તેઓ 13મા સ્થાને છે. તેમનાથી આગળ 11મા સ્થાને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી છે અને તેમની પાસે હાલ 113 અબજ ડોલરની નેટવર્થ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code