1. Home
  2. ગુજરાતી
  3. આજે નૌસેનાના બેડામાં જોડાશે INS વિશાખાપટ્ટનમ,બ્રહ્મોસ અને બરાક જેવી ઘાતક મિસાઇલોથી સજ્જ 
આજે નૌસેનાના બેડામાં જોડાશે INS વિશાખાપટ્ટનમ,બ્રહ્મોસ અને બરાક જેવી ઘાતક મિસાઇલોથી સજ્જ 

આજે નૌસેનાના બેડામાં જોડાશે INS વિશાખાપટ્ટનમ,બ્રહ્મોસ અને બરાક જેવી ઘાતક મિસાઇલોથી સજ્જ 

0
Social Share
  • સમુદ્રમાં વધશે દેશની તાકાત
  • INS વિશાખાપટ્ટનમ આજે નૌસેનાના બેડામાં જોડાશે
  • INS વિશાખાપટ્ટનમ અનેક સુવિધાઓથી સજ્જ

દિલ્હી:INS વિશાખાપટ્ટનમ 21 નવેમ્બરે ભારતીય નૌકાદળમાં જોડાશે. શનિવારે આ જાણકારી INS કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન બીરેંદ્ર સિંહ બૈન્સે આપી હતી. INS વિશાખાપટ્ટનમના સામેલ થવાથી ભારતની દરિયાઈ શક્તિમાં નોંધપાત્ર વધારો થશે. તેને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ 75 ટકા સ્વદેશી ઉપકરણોથી બનાવવામાં આવ્યું છે. કેપ્ટન બીરેંદ્ર સિંહે કહ્યું કે,કમિશનિંગ પછી અમે કેટલાક વધુ પરીક્ષણો શરૂ રાખીશું.

તેમણે કહ્યું કે,અમે અમારી ઓનબોર્ડ મશીનરી, વિવિધ એક્સેસરીઝ, વેપન સિસ્ટમ્સ અને સેન્સર્સમાં સુધારો કર્યો છે.INS વિશાખાપટ્ટનમને ભારતમાં બનેલા સૌથી શક્તિશાળી યુદ્ધ જહાજમાંથી એક માનવામાં આવે છે. INS વિશાખાપટ્ટનમની ડિઝાઈન ડિરેક્ટોરેટ ઓફ નેવલ ડિઝાઈન દ્વારા બનાવવામાં આવી હતી જ્યારે તે મઝગાવ ડોકયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી હતી.તે નેવીના પ્રોજેક્ટ P15B નો ભાગ છે.

INS વિશાખાપટ્ટનમની વિશેષતાઓ:-
  • INS વિશાખાપટ્ટનમ હવાઈ હુમલાથી બચવા માટે 32 બરાક 8 મિસાઈલથી સજ્જ છે.
  • મિસાઈલ સપાટીથી હવામાં પ્રહાર કરે છે.તેનો ઉપયોગ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, એન્ટી શિપ મિસાઈલ, ડ્રોન, બેલિસ્ટિક મિસાઈલ, ક્રુઝ મિસાઈલ અને ફાઈટર એરક્રાફ્ટને નષ્ટ કરવા માટે થાય છે.
  • INS વિશાખાપટ્ટનમ 16 બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ છે.
  • INS વિશાખાપટ્ટનમની લંબાઈ 163 મીટર, પહોળાઈ 17 મીટર અને વજન 7400 ટન છે.
  • તેની મહત્તમ ઝડપ 55.56 કિલોમીટર પ્રતિ કલાક છે.તે ચાર ગેસ ટર્બાઇન એન્જિનમાંથી તેની શક્તિ મેળવે છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code