
જેરૂસલેમથી મળ્યું 2700 વર્ષ પ્રાચીન શૌચાલય, પુરાતત્વવિદો પણ લક્ઝરી જોઇને દંગ રહી ગયા
- જેરૂસલેમ ખાતેથી 2700 વર્ષ પ્રાચીન શૌચાલય મળ્યું
- આ શૌચાલયની લક્ઝરી જોઇને પુરાતત્વવિદો દંગ રહી ગયા
- આ દુર્લભ શૌચાલય તે સમયના અંગત સ્નાનઘરની લક્ઝરીને દર્શાવે છે
નવી દિલ્હી: જેરૂસલેમ ખાતેથી એક દુર્લભ પ્રાચીન શૌચાલય મળી આવ્યું છે. ઇઝરાયલના પુરાતત્વવિદો અનુસાર આ દુર્લભ પ્રાચીન શૌચાલય 2700 વર્ષથી વધુ જૂનું છે. આ દુર્લભ શૌચાલય તે સમયના અંગત સ્નાનઘરની લક્ઝરીને દર્શાવે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક આયાતકાર કેબિનમાંથી ચીકણા, નકશીકામવાળા ચૂનાના પથ્થરનું શૌચાલય મળી આવ્યું હતું. તે એક વિશાળ હવેલીનો હિસ્સો હતું જે હવે એક જૂનું શહેર છે. તેને વધુ આરામદાયક બનાવાયું હતું અને તેના નીચે એખ ઉંડી સેપ્ટિન ટેન્ક ખોદવામાં આવી હતી.
ખોદકામ માટેના ડિરેક્ટર યાકોવ બિલિગના કહેવા પ્રમાણે પ્રાચીન સમયમાં એક અંગત શૌચાલય કક્ષ ખૂબ દુર્લભ હતું અને માત્ર થોડાં જ મળી આવ્યા હતા. માત્ર અમીરો જ શૌચાલયનો ખર્ચો ઉઠાવી શકતા હતા. એક પ્રસિદ્ધ રબ્બીએ એક વખત એવું સૂચન આપ્યું હતું કે, અમીર હોવાની નિશાની તેના ટેબલની બાજુમાં શૌચાલય હોય તે છે.
તે ઉપરાંત સેપ્ટિક ટેન્કમાંથી જાનવરોના હાડકાં અને માટીના વાસણો પણ મળી આવ્યા હતા જે લોકોની જીવનશૈલી તેમજ આહારની સાથોસાથ પ્રાચીન બીમારીઓ પર પ્રકાશ નાખી શકે છે.
તે ઉપરાંત ત્યાંથી સ્તંભો પણ મળી આવ્યા હતા જે બાગ અને જળીય છોડની સાથે નજીકના બગીચાના પુરાવા હતા.