1. Home
  2. ગુજરાતી
  3. 100 કરોડની કમાણી કરવાની રેસમાં જ્હોનની બાટલા હાઉસ
100 કરોડની કમાણી કરવાની રેસમાં જ્હોનની બાટલા હાઉસ

100 કરોડની કમાણી કરવાની રેસમાં જ્હોનની બાટલા હાઉસ

0
Social Share

બૉલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ  સિનેમાં ધરોમાં ધૂમ મચાવી છે, શરાતમાં અક્ષયની મિશન મંગલ ખૂબ ગળ રહી હતી,  બન્ને ફિલ્મો દેશને લગતી હતી અને એકજ સાથે એક જ દિવસે રિલીઝ થતા બન્ને વચ્ચે ટક્કર સર્જાય હતી, જો કે આ બન્ને  ફિલ્મો સફળ સાબિત થઈ છે.

નિખિલ અડવાણી દિગ્દર્શિત અને જોન અબ્રાહમ સ્ટારર બટલા હાઉસ બીજા સોમવારે બોક્સ ઓફિસ પર સારી અવી કમાણી કરી રહી છે. ફિલ્મ ટ્રેડ રિપોર્ટના અંદાજે બીજા સોમવારે,આ  ફિલ્મ 12 મા દિવસે બોક્સ ઑફિસ પર 2.26 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે.

આ ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 86.04 કરોડનો બિઝનેસ કર્યો છે. બીજા અઠવાડિયામાં, જન્માષ્ટમીની રજાઓ દરમિયાન બોલિવૂડની બીજી કોઈ મોટી ફિલ્મ ન હોવાથી  બટલા હાઉસે ટિકિટ વિંડોમાં સારા પૈસા કમાયા છે. આ ફિલ્મ ટિકિટ વિંડોમાં 100 કરોડની કમાણી કરવાની રેસમાં દોટ મૂકી છે.

બટલા હાઉસ સપ્ટેમ્બર 2008 માં દિલ્હીના જામિયા નગરમાં વિવાદિત એન્કાઉન્ટર પર આધારિત છે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમે સંજય કુમારની ભૂમિકા ભજવી હતી. ફોર્સ 2, અણુ ધ સ્ટોરી ઓફ પોખરણ, સત્યમેવ જયતે, રોમિયો અકબર વાલ્ટર અને હવે બાટલા હાઉસ દ્વારા જોન અબ્રાહમ તેના દેશભક્તિના રોલને કારણે ખૂબજ ફેમસ થી ચુક્યો છે. જ્હોનના આ તમામ પ્રોજેક્ટ્સે ટિકિટ વિંડોમાં સારું પ્રદર્શન કર્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code