તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીવો પ્રગટાવવાની મદ્રાસ હાઈકોર્ટે આપી મંજૂરી
બેંગ્લોર, 6 જાન્યુઆરી 2025: મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ ડિવિઝન બેન્ચે આજે તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીપથૂન તરીકે દાવો કરાયેલ દીવો પ્રગટાવવાની મંજૂરી આપતા સિંગલ જજના આદેશને માન્ય રાખ્યો હતો.
જસ્ટિસ જી. જયચંદ્રન અને કેકે રામકૃષ્ણનની ડિવિઝન બેન્ચે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે દીપથૂન જે સ્થળે સ્થિત છે તે સ્થાન ભગવાન સુબ્રમણ્યમ સ્વામી મંદિરનું છે. બેન્ચે કહ્યું કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સાથે પરામર્શ કરીને દીવો પ્રગટાવી શકાય છે અને પરવાનગી આપવામાં આવેલા વ્યક્તિઓની સંખ્યા નક્કી કરી શકાય છે.
હિન્દુ મુન્નાનીના વકીલ અને અરજદાર નિરંજન એસ કુમારે જણાવ્યું હતું કે, ડિવિઝન બેન્ચે કહ્યું છે કે દીવો પ્રગટાવવો ફરજિયાત છે, અને તે તિરુપરંકુન્દ્રમ ટેકરીની ટોચ પર પ્રગટાવવો જોઈએ.અરજદાર રાજેશે પણ કોર્ટના આદેશની પ્રશંસા કરી હતી કે દીવો દીપથૂન પર પ્રગટાવવો જોઈએ અને મંદિર વહીવટીતંત્રે તેના માટે જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ.
આ પણ વાંચોઃશેરબજારમાં મંદી, જ્યારે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો


