ગરમીમાં બનાવો રાજસ્થાની ભીંડા કઢી, જાણો સિક્રેટ રેસીપી
રેસીપી, 11 એપ્રિલ 2026: રાજસ્થાની ભીંડાની કઢી Rajasthani Bhinda Kadhi એ પરંપરાગત કઢીનો એક સ્વાદિષ્ટ અને અનોખો પ્રકાર છે, જે રાજસ્થાનના સમૃદ્ધ સ્વાદોથી ભરપૂર છે. આ વાનગીમાં છાશની ખાટી સાથે ચણાના લોટનો સ્વાદ, ક્રિસ્પી ભીંડા અને સુગંધિત મસાલાઓનું મિશ્રણ છે.
રાજસ્થાની ભીંડાની કઢી Rajasthani Bhinda Kadhi ગરમીમાં માટે આ એક પરફેક્ટ કમ્ફર્ટ ફૂડ છે, જે ગરમ ભાત અથવા રોટલી સાથે પીરસવામાં આવે છે. અહીં જાણો રાજસ્થાની ભીંડા કઢી રેસીપી
રાજસ્થાની ભીંડા કઢી રેસીપી
સામગ્રી
3 કપ છાશ
1/2 કપ બેસન
1/4 ચમચી હળદર પાવડર
સ્વાદ મુજબ મીઠું
2 ચમચી ઘી અથવા તેલ
1 ચમચી સરસવ
1 ચમચી જીરું
1/4 ચમચી મેથીના દાણા
4 લવિંગ
5 કાળા મરી
5-6 મીઠો લીમડો
1-2 સમારેલા લીલા મરચાં
1 સૂકું લાલ મરચું
250 ગ્રામ ભીંડા
જરૂર મુજબ પાણી
ગાર્નિશ માટે કોથમીર
રાજસ્થાની ભીંડા કઢી બનાવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં ચાસ, બેસન, હળદર પાવડર અને મીઠું એકસાથે ફેંટી લો. પ્રોપર બેટર પ્રાપ્ત કરવા માટે પાણી ઉમેરો. એક પેનમાં તેલ ગરમ કરો અને ભીંડાને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો અને બાજુ પર રાખો.
જો જરૂરી હોય તો તે જ પેનમાં વધુ તેલ ઉમેરો અને સરસવ, જીરું, લવિંગ, કાળા મરી, મીઠો લીમડો અને લીલા મરચાં ઉમેરો.
કઢીનું મિશ્રણ પેનમાં ઉમેરો, તેમાં વઘારેલું મિશ્રણ રેડો અને ઉકાળો. તેમાં સાંતળેલી ભીંડા ઉમેરો અને 10-15 મિનિટ સુધી ઉકાળો. તાજા કોથમીરથી સજાવીને ભાત કે રોટલી સાથે પીરસો.


