1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્કુલબેગના અસહ્ય ભારણથી બાળકોનો માનસિક વિકાસ રૂંધાઈ રહ્યો છેઃ મુખ્યમંત્રીને રજુઆત,
સ્કુલબેગના અસહ્ય ભારણથી બાળકોનો માનસિક વિકાસ રૂંધાઈ રહ્યો છેઃ મુખ્યમંત્રીને રજુઆત,

સ્કુલબેગના અસહ્ય ભારણથી બાળકોનો માનસિક વિકાસ રૂંધાઈ રહ્યો છેઃ મુખ્યમંત્રીને રજુઆત,

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાર વગરના ભણતરની વાતો થાય છે. પણ બાળકોમાં સ્કુલબેગના વજનમાં ઘટાડો થયો નથી. જો કે કેટલીક શાળાઓ બાળકોને જરૂર પડતા જ પુસ્તકો લાવવાની સુચના આપીને સ્કુલબેગનું વજન ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પણ મોટા ભાગની સ્કૂલો નિયમોનો અમલ કરતી નથી તેથી સ્કુલબેગમાં લંચબોક્સ, વોટર બોટલ અને પુસ્તકો અને નોટ્સ બુક સાથે બાળકો આવતા હોવાથી સ્કુલબેગનું ભારણ વધતું જાય છે. ક્ષમતા કરતાં વધુ ભાર ઊચકીને બાળકો મસ્કયુલોસ્કેલેટલ સમસ્યા થવાની ચિંતા વાલીઓમાં પ્રસરી હોવાથી ગાંધીનગરમાં શહેર વસાહત મહાસંઘ દ્વારા મુખ્યમંત્રીને ભાર વિનાના ભણતરનાં સૂત્રને સાકાર કરવા રજૂઆત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં ધોરણ – 1 થી 10 માં અભ્યાસ કરતા બાળકોને ભાર વિનાનું ભણતર આપવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે. જો કે શહેરની શાળાઓમાં બાળકોને તેમની ક્ષમતા કરતા વધુ વજનવાળી સ્કૂલ બેગ લઈને જવાનું રોજીંદુ બની ગયું છે. એક તરફ સરકારે ભાર વિનાના ભણતરનાં સૂત્ર આપીને તમામ શાળાઓને સુચના આપેલી છે. બીજી તરફ કેટલીક સ્કૂલો દ્વારા બાળકો પાસે તમામ વિષયોના પુસ્તકો, નોટ્સબુક તેમજ  શિક્ષણને લગતું અન્ય સાહિત્ય મંગાવીને ભાર વિનાના ભણતરનાં સૂત્રનો છેદ ઉડાડી દેવાયો છે. જેનાં પગલે સ્કૂલ બેગનું ક્ષમતા કરતા બમણું વજન ઊંચકવાથી બાળકો બેવડા વળી જતાં હોય છે. જેથી વાલીઓ દ્વારા રોજીંદા તાસ મુજબ જરૂરતનાં પુસ્તકો મંગાવી સ્કૂલ બેગનું વજન ઓછું કરવાની માંગ ઉઠી છે.

આ અંગે ગાંધીનગર શહેર વસાહત મહા સંઘનાં પ્રમુખ કેસરીસિંહ બીહોલા જણાવ્યું હતું કે, ધોરણ – 1 થી 10 નો અભ્યાસ કરતા બાળકોની સ્કૂલ બેગનું વજન વધુ પડતું હોવાથી બાળકોને શારીરિક તકલીફો વેઠવી પડી રહી છે. વધુ પડતાં વજન વાળી સ્કૂલ બેગનાં લીધે બાળકોને પીઠ – ખભાનો દુઃખાવો થાય છે. વજનદાર સ્કુલ બેગ બાળ સહજ સ્વભાવે અયોગ્ય રીતે ઉપાડવાના કારણે બાળકોને મસ્કયુલોસ્કેલેટલ સમસ્યાઓનું જોખમ થઈ શકેછે. આથી દફતરનુ વજન ઓછું કરવા અને ભારવિનાનુ ભણતર સાકાર કરવા સ્કુલોમાં ડિજિટલ માધ્યમથી શિક્ષણનો ઉપયોગ શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ. જેથી સ્કુલના બાળકોને કોઈ પુસ્તક લઈને સ્કૂલે જવાની જરૂર પડે નહીં. શિક્ષકો તેમને શોફટ કોપી દ્વારા ભણાવે અને બાળકો નોટમાં નોંધ કરતા જાય ખાસ કરીને દરેક સ્કુલમાં બાળકોના પુસ્તકો રાખવા લોકરની વ્યવસ્થા કરવી જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code