
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી બન્યાં દાદા, આકાશ-શ્વોકાના ઘરે દીકરાનો જન્મ
મુંબઈઃ દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી દાદા-દાદી બન્યાં હોવાનું જાણવા મળે છે. તેમના પુત્ર આકાશ અને પુત્રવધુ શ્વોકાના ઘરે આજે સવારે દીકરાનો જન્મ થયો હોવાનું જાણવા મળે છે. શ્લોકા અંબાણીએ સવારે 11 કલાકે દીકરાને જન્મ આપ્યો હતો.
ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશના લગ્ન ગત 9 માર્ચ 2019ના રોજ હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્વોકા મહેતા સાથે થયાં હતા. આ લગ્ન પ્રસંગમાં દેશ-દુનિયાના મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા અને નવદંપતિને આર્શીવાદ આપ્યાં હતા. આકાશ અને શ્વોકોના લગ્ન ગુજરાતી રિત-રિવાજથી થયાં હતા.