1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 10 વર્ષના 37.8 ટકા બાળકો કરે છે ફેસબુકનો ઉપયોગ, આટલા બાળકો ઇન્સ્ટાગ્રામ યૂઝ કરે છે, વાંચો ડેટા
10 વર્ષના 37.8 ટકા બાળકો કરે છે ફેસબુકનો ઉપયોગ, આટલા બાળકો ઇન્સ્ટાગ્રામ યૂઝ કરે છે, વાંચો ડેટા

10 વર્ષના 37.8 ટકા બાળકો કરે છે ફેસબુકનો ઉપયોગ, આટલા બાળકો ઇન્સ્ટાગ્રામ યૂઝ કરે છે, વાંચો ડેટા

0
Social Share
  • બાળકોના સ્માર્ટફોન વપરાશ અંગે કરાયું અધ્યયન
  • 10 વર્ષના 37.8 ટકા બાળકો ફેસબૂકનો ઉપયોગ કરે છે
  • 3 ટકા બાળકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે

નવી દિલ્હી: વર્તમાન સમયમાં હવે સ્માર્ટફોન એ આપણા શરીરના અંગ જેટલો જ મહત્વની વસ્તુ બની ગઇ છે. આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન જોવા મળશે. સ્માર્ટફોનની જો કે વધુ પડતી આદત ઘાતક નિવડી શકે છે અને હાલમાં તો બાળકોમાં પણ સ્માર્ટફોનનો સતત વધતો ઉપયોગ ચિંતાનો વિષય બન્યો છે.

હાલમાં બાળકો દ્વારા સ્માર્ટફોનના વપરાશને લઇને NCPCR દ્વારા એક અધ્યયન હાથ ધરવામાં આવ્યું છે. આ અધ્યયન અનુસાર 10 વર્ષની ઉંમરના 37.8 ટકા બાળકો ફેસબૂક પર સક્રિય છે. જ્યારે આ ઉંમરના 24.3 ટકા બાળકોના ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ છે.

આ અધ્યયનના ડેટા અનેકવિધ ઇન્ટરનેટ મીડિયા તરફથી નિર્ધારિત માપદંડોથી વિપરીત છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ખોલવાની ન્યૂનત્તમ ઉંમર 13 વર્ષ નક્કી કરી છે.

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તરફથી મોબાઇલ ફોન તેમજ ઇન્ટરનેટ સેવા વાળી બીજી ડિવાઇઝનો બાળકો પર અસર (શારીરિક, વ્યવહાર સાથે જોડાયેલ, મનોવૌજ્ઞાનિક તથા સામાજીક વિષયક અધ્યયન કરવામાં આવ્યું છે.

અધ્યયન પ્રમાણે આ ઉંમર (10 વર્ષ)ના લગભગ 37.8 ટકા બાળકોના ફેસબુક પર એકાઉન્ટ છે. જ્યારે કે આ ઉંમરના 24.3 ટકા બાળકો ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે. ઇન્ટરનેટ મીડિયા પર દરેક પ્રકારની સામગ્રી હોય છે. મોટી સંખ્યામાં એવી સામગ્રી હોય છે જે બાળકો માટે યોગ્ય કે ઉપયોગી નથી હોતી. આ ઉપરાંત બાળકોએ નેટ પર ધમકી અને દુર્વ્યવહારનો સામનો કરવો પડે છે.

નોંધનીય છે કે, આ અધ્યયનમાં કુલ 5811 સ્વયંસેવકો સામેલ હતા. જેમાંથી 3491 બાળકો, 1534 વાલીઓ, 786 શિક્ષકો તેમજ સ્કૂલ સામેલ હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code