1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉત્તરાખંડમાં આફત ટાળવા વિશેષજ્ઞોએ ઋષિગંગાના નહેરના મુખને પહોળુ કર્યું
ઉત્તરાખંડમાં આફત ટાળવા વિશેષજ્ઞોએ ઋષિગંગાના નહેરના મુખને પહોળુ કર્યું

ઉત્તરાખંડમાં આફત ટાળવા વિશેષજ્ઞોએ ઋષિગંગાના નહેરના મુખને પહોળુ કર્યું

0
Social Share
  • ઉત્તરાખંડમાં વધુ એક આફતને ટાળવા નિષ્ણાતોની તૈયારી
  • 30 નિષ્ણાતોની ટીમે ઋષિગંગાની નહેરના મુખને પહોંળું કર્યું છે
  • ઉત્તરાખંડમાં 7 ફેબ્રુઆરીએ ગ્લેશિયર તૂટવાથી આવેલા વિકરાળ પુર બાદ ઓછામાં ઓછા 68 લોકોના મોત થયા હતા

નવી દિલ્હી: ઉત્તરાખંડમાં વધુ એક આફતની આશંકાને કારણે આ આફતને ટાળવા માટે 30 નિષ્ણાતોની ટીમે ઋષિગંગાની નહેરના મુખને પહોંળું કર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 30 એક્સપર્ટની એક ટીમે ઋષિગંગાના મુખને લગભગ 15 ફીટ પહોળું કરી દીધું છે. અહીં પાણી જમા થવાથી એક તળાવ બની ગયું હતું. પાણીના વધારે દબાણના ચાલતા તેના તૂટવાનું સંકટ મંડરાઇ રહ્યું છે. રેણીમાં થયેલા ગ્લેશિયર વિસ્ફોટથી ઋષિગંગાના ઉપરના કૃત્રિમ તળાવનું નિરિક્ષણ કરવા માટે એક્સપર્ટની એક ટીમ શનિવારે પહોંચી હતી. આપને જણાવી દઇએ કે ઉત્તરાખંડમાં 7 ફેબ્રુઆરીએ ગ્લેશિયર તૂટવાથી આવેલા વિકરાળ પુર બાદ ઓછામાં ઓછા 68 લોકોના મોત થયા હતા. જ્યારે 140 લોકો હજુ પણ ગુમ છે.

ટીમ મુખને હજું પણ પહોળુ કરવાનો પ્રયાસ કરી રહી છે

સ્ટેડ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ (SDRF)ના કમાન્ડર નવનીત ભુલ્લરે જણાવ્યુ કે તેમની ટીમે તળાવના મુખને લગભગ 15 ફીટ પહોળુ કરવામાં સફળતા મેળવી છે. જેથી પાણીનો ઝડપી નીકાલ થઈ શકે. ભુલ્લરે એક અખબાર સાથે વાત કરતા કહ્યું કે એક સાહસિક પ્રયત્ન હતો. અમારી ટીમે તળાવના મુખને બહું કપરા વિસ્તારમાં પહોંળુ કર્યુ છે. આથી આ તળાવના ફાટવા તથા ચમૌલી જેવી આફતની શક્યતા ઓછી થઈ ગઈ છે. અમારી ટીમ મુખને હજું પણ પહોળુ કરવાનો પ્રયાસ કરી રહી છે

એક્સપર્ટ ટીમ સામે પડકાર

આ ટીમમાં ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અને યુએસએસીના ચાર ચાર વૈજ્ઞાનિકો સામેલ છે. આ ટીમ કપરા વિસ્તારોમાંથી ચાલતા પસાર તળાવ સુધી પહોંચ્યા. જ્યાકે કે રેણી ગ્રામ પંચાયતની આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ હાલમાં આવેલા પુરમાં વહી ગયા છે. આ વિશાળ વિસ્તાર કીચળમાં ફેરવાઈ ગયો છે. એટલા માટે ટીમના સભ્યોએ તળાવ સુધીનો પ્રવાસ સુનિશ્ચિત કરવા માટે મહેનત કરવી પડી. ટીમની સાથે નહેરુ ઈન્સ્ટીટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગના એક પર્વતારોહી દળ અને એસડીઆરએફના જવાનો પણ છે.

(સંકેત)

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code