 
                                    ગઝવા-એ-હિંદ’ મોડ્યૂલ મામલે ગુજરાત સહિત 4 રાજ્યોમાં NIAના દરોડા, ડોક્યુમેન્ટ જપ્ત કરાયાં
નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ મોડ્યુલ કેસમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. NIAના દરોડામાં સર્ચ દરમિયાન શકમંદોના પરિસરમાંથી પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથેના સંબંધો વિશે પણ માહિતી મળી હતી. એનઆઈએ દ્વારા મધ્યપ્રદેશના દેવાસ, ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લા, તેમજ ઉત્તર પ્રદેશના આઝમગઢ અને કેરળના કોઝિકોડમાં શકમંદોના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. NIAના ઓપરેશન દરમિયાન મોબાઈલ ફોન અને સિમ કાર્ડ ઉપરાંત ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેને સામાન્ય રીતે ગઝવા-એ-હિંદ કેસ, પટના તરીકે ઓળખવામાં આવે છે.
રાષ્ટ્રાય તપાસ એજન્સી (NIA)એ પાકિસ્તાન સમર્થિક ગજવા-એ-હિન્દ મોડ્યુલ મામલે ગુજરાત સહિત 4 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. NIAએ ગુજરાતના ગિર સોમનાથ જિલ્લો, મધ્યપ્રદેશનો દેવાસ જિલ્લો, ઉત્તર પ્રદેશનો આઝમગઢ જિલ્લો અને કેરળના કોઝિકોડ જિલ્લામાં શંકાસ્પદ પરિસરોમાં દરોડા પાડ્યા છે. દરોડામાં કેટલીક શંકાસ્પદ બાબતોમાં પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે. જોકે હાલ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. દરોડામાં તે શંકાસ્પદોના સંબંધો સામે આવ્યા છે, જેમના પરિસરોમાં પહેલા દિવસે પાકિસ્તાન સ્થિત આકાઓની તપાસ કરાઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસ અગાઉ 14 જુલાઈ, 2022ના રોજ બિહારના પટના જિલ્લામાં ફુલવરીશરીફ પોલીસ દ્વારા મારગૂબ અહેમદ દાનિશ ઉર્ફે તાહિરની ધરપકડ બાદ નોંધવામાં આવ્યો હતો. મરગૂબ વોટ્સએપ ગ્રુપ ‘ગઝવા-એ-હિંદ’નો એડમિન હતો, જે ઝૈન નામના પાકિસ્તાની નાગરિક દ્વારા બનાવવામાં આવ્યુ હતુ. આરોપીએ ભારત સાથે સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને યમન સહિતના અન્ય દેશોના લોકોને પોતાની સાથે જોડ્યા હતા. આ લોકો ટેલિગ્રામ અને બીઆઈપી મેસેંજર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ હતા. NIA ની તપાસ અનુસાર ભારતમાં ગઝવા-એ-હિંદની સ્થાપના કરવાના નામે યુવાનોને કટ્ટરપંથી બનાવવાના ઉદ્દેશ્યથી પાકિસ્તાન સ્થિત સંદિગ્ધો દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું હતુ.NIA ની તપાસ અનુસાર આરોપી મરગૂબ આખા ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સ્લીપર સેલ ભેગા કરવાના ઉદ્દેશ્યથી ગ્રુપના સભ્યોને પ્રેરિત કરી રહ્યો હતો. આ ઉપરાંત આરોપીએ ગજવા-એ-હિન્દ નામથી વધુ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યુ હતું, જેમાં તેણે બાંગ્લાદેશી નાગરિકોને સામેલ કર્યા હતા. ગત વર્ષે 14 જુલાઈએ બિહારના પટણામાં ફુલવારીશરીફ પોલીસ દ્વારા એક મરગૂબ અહમદ દાનિશ ઉર્ફે તાહિરની ધરપકડ કરાયા બાદ કેસ નોંધવામાં આવ્યો છે. મરગૂબ વૉટ્સએપ ગ્રૂપ ગજવા-એ-હિન્દનો એડમિન હતો.. એનઆઈએએ કહ્યું કે, આરોપી મરગૂબે ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને યમન સહિત અન્ય દેશોના ઘણા લોકોને સમુહમાં સામેલ કર્યા હતા. મરગૂબ ટેલીગ્રામ અને બીઆઈપી મેસેન્જર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સક્રીય રહેતો હતો. NIA આ મામલાની તપાસ 22 જુલાઇ 2022થી કરી રહી છે. જ્યારે તેમણે તપાસ પોતાના હાથમાં લીધી હતી ત્યારે આતંકવાદ વિરોધી એજંસીએ 6 જાન્યુઆરી 2023ના રોજ આરોપી મરગૂબ અહેમદ દાનિશની વિરૂદ્ધ IPCની કલમ 121, 121A, 122 અને UPAની કલમ 13, 18, 18B અને 20 હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

