
હાઈકોર્ટ સહીત આજથી જીલ્લાની તમામ કોર્ટમાં ઓફલાઈન કાર્યવાહીની શરુઆત
- જીલ્લાની તમામ કોર્ટમાં આજથી ઓફલાઈન કાર્ય શરુ
- કોરોનાના કારણે ઓનલાઈન કાર્યવાહી થઈ રહી હતી
અમદાવાદ- દેશભરમાં કોરોનાનો કહેર હતો જેને લઈને શિક્ષણકાર્યથી લઈને કોર્ટની કાર્યવાહી ઓનલાઈન કરી દેવામાં આવી હતી., જો કે હવે કોરોનાના કેસ ઓછા થતા અને પરિસ્થિતિ સામાન્ય બનતાની સાથે જ આજથી હાઈકોર્ટ સહીત જીલ્લાની તમામ કોર્ટમાં કાર્યવાહી રુબરુ કરવામાં આવી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે છેલ્લા 42 દિવસ ગુજરાત હાઇકોર્ટની કામગીરી ઓનલાઇન કરવામાં આવીવહતી. ત્યારે હવે ફરી એક વખત કોર્ટમાં પ્રત્યક્ષ કાર્યવાહીની શરૂ થઈચૂકીછે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 14મી ફેબ્રુઆરીથી તાલુકા સ્તરની તમામ કોર્ટની કાર્યવાહી ઓફલાઈન શરૂ કરાઈ હતી.
કોરોનાની ત્રીજી લહેર દરમિયાન જાન્યુઆરી મહિનામાં અમદાવાદ સહિત રાજ્યમાં વધેલા કોરોના સંક્રમણના કારણે 10મી જાન્યુઆરીથી ગુજરાત હાઇકોર્ટ સહિતની તમામે તમામ કોર્ટની કાર્યવાહી ઓનલાઈન કરવામાં આવી હતી. જો કે સામાન્ય સ્થિતિ થતાની સાથે જ આજથી આજથી ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યના તમામ જિલ્લા કોર્ટની કાર્યવાહી પ્રત્યક્ષ કરવામાં આવી ચૂકી છે.