
વલસાડ જિલ્લામાં 75,513 હેકટરમાં ડાંગરનો પાક તૈયાર, 2,11 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની ધારણા
વલસાડઃ જિલ્લામાં ખરીફ સીઝનમાં 75,513 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું. દિવાળી બાદ હવે ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે. ઘણા ખેડુતો પાકની લલણી કરી રહ્યા છે. તો ધણા ખેડુતોનો પાક તૈયાર થઈને વેચાણ માટે સ્ટોર કરી દેવામાં આવ્યો છે. ચાલુ વર્ષે સમયસર વરસાદ અને જરૂરી તડકો મળ્યો હોવાથી પ્રતિ હકટરમાં 2800 KGથી વધુ ઉત્પાદન થયુ છે. જે ગત વર્ષની સરખામણીમાં 200 KGથી વધુ સરેરાશ ઉત્પાદન વધારે મેળવ્યું છે. સમયસર પૂરતો વરસાદ અને જરૂરી માપ અનુસાર દવાનો છંટકાવ કરવાથી ખેડૂતોને સારો પાક મેળવ્યો છે.
વલસાડ જિલ્લામાં ખેડૂતો વધુમાં વધુ ડાંગરના પાક ઉપર નભે છે. જિલ્લામાં આવેલી 75,513 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું. જિલ્લામાં પડેલા સમયસર વરસાદ અને અનુકૂળ વાર્તાવરણને લઈને વલસાડ જિલ્લાના ખેડૂતોને ચાલુ વર્ષે સારું વાવેતર કર્યા બાદ જરૂરી વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખેડૂતોએ ડાંગરનો સારો પાક મેળવ્યો છે. ચોમાસા દરમિયાન વાદળછાયું કે ભેજ વાળું હવામાન રહ્યું હતું. ખેડૂતોએ હવામાન ખુલ્યા બાદ ખેતીવાડી અધિકારી અને કૃષિ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ જંતુનાશક દવાનોમાં છાંટકાવ કરીને પાકને જીવાત સામે રક્ષણ આપ્યું હતું. ચાલુ વર્ષે પાછળથી પડેલા વરસાદને લઈને ડાંગરના પાકને જીવનદાન મળ્યું હતું. જેને લઈને ખેડૂતોએ ડાંગરનું સારો પાક મેળવ્યો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 22,845 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું. અને સૌથી ઓછું વાપી તાલુકામાં 3,528 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું.
દિવાળી બાદ પણ ખેડુતો ડાંગરની કાપણી અને સુકવી ડાંગર છૂટી પડવાની કામગીરીમાં જોતરાઈ જતા હોય છે. ખેડૂતોને ગત વર્ષે પ્રતિ હેક્ટર 2600 KG ઉત્પાદન મેળવ્યું હતું. ચાલુ વર્ષે અનુકૂળ વરસાદ, સમયસર વરસાદ, જરૂરી તડકો પડવાથી અને સમયસર ખેડૂતોએ કૃષિ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ જરૂરી દવા છંટકાવ કરવાથી શરૂ ઉત્પાદન મેળવ્યું છે.