 
                                    PM મોદી તેમના જન્મદિવસ પર દેશને આપશે ‘યશોભૂમિ’ ની ભેંટ- જાણો શું છે ‘યશોભૂમિ’
દિલ્હીઃ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ પોતાનો 71મો જન્મદિવસ મનાવી રહ્યા છએ ત્યારે આ દિવસે દેશને અનેક ભેંટ પણ મળવા જઈ રહી છે માહિતી પ્રમાણે આવતી કાલે પોતાના જન્મદિવસ પર પીએમ મોદી દેશને ‘યશોભૂમિ’ ભેટ આપશે.
તયશોભૂમિ કે જે એશિયાનું સૌથી મોટું ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી) છે. દિલ્હીના દ્વારકામાં આ ભવ્ય ઈમારતનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. પીએમ મોદી આવતીકાલે તેમના જન્મદિવસના ખાસ અવસર પર તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.
પ્આરાપ્ત વિગત અનુસાર આવતીકાલના આ પ્રસંગે સંમેલન કેન્દ્રમાં મોટી સભાઓ, પરિષદો અને પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી શકે છે. તેજ્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે, ત્યારે તેમાં 11 હજાર લોકોની બેઠક ક્ષમતા હશે. ‘યશોભૂમિ’ નામનું ઈન્ડિયા ઈન્ટરનેશનલ કોન્ફરન્સ અને એક્સ્પો સેન્ટર ખૂબ જ વિશાળ અને ભવ્ય છે.
યશોભમિની ખાસ વિશેષતાઓ
- યશોભૂમિ પ્રોજેક્ટ 8.9 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો છે. બાંધવામાં આવેલ વિસ્તાર 1.8 લાખ ચોરસ મીટરથી વધુનો હશે.
- આ વિશ્વનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર અને એક્સ્પો સેન્ટર હશે. જેમાં મીટીંગો, કોન્ફરન્સ અને પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે.
- આ સહીત 73 હજાર ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં બનેલા આ કન્વેન્શન સેન્ટરમાં મુખ્ય હોલ, ભવ્ય બૉલરૂમ અને 13 મીટિંગ રૂમ સહિત 15 કન્વેન્શન રૂમનો સમાવેશ થાય છે.
- આ યશોભૂમિ જ્યારે તે તૈયાર થઈ જશે, ત્યારે આ કન્વેન્શન સેન્ટરમાં 11,000 લોકો સરળતાથી એકસાથે બેસી શકશે.
- સંમેલન કેન્દ્ર મુખ્ય સભાગૃહનો સંપૂર્ણ હોલ છે. તેમાં એક સાથે 6 હજાર મહેમાનોને સમાવી શકવાની ક્ષમતા છે.
- ઓડિટોરિયમમાં આ એક નવી અને ઓટોમેટિક બેઠક વ્યવસ્થા છે.અહીં વુડન ફ્લોરિંગ બનાવવામાં આવ્યું છે. ગ્રાન્ડ બૉલરૂમમાં લગભગ 2,500 મહેમાનોની બેઠક ક્ષમતા છે.
- અહીં એક ખુલ્લો વિસ્તાર પણ છે, જ્યાં 500 લોકો બેસી શકે છે. આ કન્વેન્શન સેન્ટરના આઠ માળમાં 13 મીટિંગ રૂમનો સમાવેશ થાય છે જ્યાં સૌથી મોટી મીટિંગ્સ પણ આયોજિત કરી શકાય છે.
- ઓડિટોરિયમની અંદર લાકડાના ફ્લોરિંગ અને અદભૂત દિવાલ પેનલ અહીં આવનારા મહેમાનોને વિશ્વ કક્ષાનો અનુભવ પ્રદાન કરશે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

