
ભારતીય બોક્સરોના પ્રદર્શનની પ્રો-સ્ટાર બોક્સર વિજેન્દ્રસિંહે કરી પ્રશંસા
દિલ્હીઃ પ્રો સ્ટાર બોક્સર વિજેન્દ્રસિંહએ એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય બોક્સર્સના પ્રદર્શનથી ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, જે પરિસ્થિતિ આપણા મુક્કેબાજોએ વિદેશમાં જઈ દેશનું નામ રોશન કર્યું છે તે વખાણવાને લાયક છે.
ભારતે દુબઈમાં આયોજીત ચેમ્પિયનશીપમાં પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતીય મુક્કેબાજોએ કુલ 18 પદક પોતાને નામ કર્યાં છે. જેમાં બે ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. આ પહેલા ભારતીય ટીમે સૌથી વધારે 13 પદક જીત્યાં હતા. જેમાં બે ગોલ્ડ, ચાર સિલ્વર અ 7 બોન્ઝનો સમાવેશ થાય છે.
બીઝીંગ ઓલ્પિંકમાં કાસ્પ પદક જીતનારા વિજેન્દ્રએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આપણા મુક્કેબાજોના પ્રદર્શનથી સંતુષ્ટ છું. તમામ સારુ રમ્યાં છે. હેવીવેટ કેટેગરીમાં સંજીતનો ગોલ્ડ જીતવો અને અન્ય મુક્કેબાજો માટે ટોનિકનું કામ કર્યું છે. મહિલાઓએ પણ સારુ પ્રદર્શન કર્યું છે. 15માંથી 10 મેડલ જીતવા મહિલા ટીમનું સારુ પ્રદર્શન છે. ભારતીય મહિલા મુક્કેબાજોએ એક ગોલ્ડ, 3 સિલ્વર અ 6 બ્રોન્ઝ મળીને 10 મેડલ જીત્યાં છે. મહિલાઓમાં પૂજાએ પૂજા રાનીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
વર્ષ 2015માં પેશેવર સર્કિટમાં ઉતરનારા વિજેન્દ્રએ સતત 12 મુકાબલા જીત્યાં હતા. તેમણે વધુમાં કહ્યું કે, ટોક્યો ઓલ્પિકનું આયોજન થાય છે તો મને આશા છે કે, આપણને મેડલ મળશે. આપણા તમામ ખેલાડી ટેલેન્ટેડ છે. તમામ મેડલ જીતવા ઈચ્છે છે. મેડલ જીતવા માટે ઘણા દાવેદાર છે. જીત બીઝીંગ ઓલ્પિકમાં ગયો ત્યાં સુધી કોઈને આશા ન હતી.