1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાની M S યુનિર્સિટીમાં ધોરણ 12ની પૂરક પરીક્ષાના ઉતિર્ણ વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વિરોધ
વડોદરાની M S યુનિર્સિટીમાં ધોરણ 12ની પૂરક પરીક્ષાના ઉતિર્ણ વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વિરોધ

વડોદરાની M S યુનિર્સિટીમાં ધોરણ 12ની પૂરક પરીક્ષાના ઉતિર્ણ વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વિરોધ

0
Social Share

વડોદરાઃ  શહેરની એમ એસ યુનિવર્સિટીમાં કોમન એડમિશન પોર્ટલ (જીસેક)ને લીધે અગાઉ વિરોધ થયો હતો. અને સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાધ્યાન્ય આપવાની માગ ઊઠી હતી. હવે ધોરણ 12ની પુરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને યુનિની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ ન મળતા એનએસયુઆઈ સહિત વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રવેશ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. AGSUએ હેડ ઓફિસ ખાતે રજૂઆત કરી તો NSUIના કાર્યકરોએ કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી અને ડીન ઓફિસની ગ્રીલ હલબલાવી નાખી વિરોધ કર્યો હતો.

એમ એસ યુનિવર્સિટીમાં ફરીવાર પ્રવેશને મામલે બબાલ ઊભી થઈ છે. અને ધો. 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ ન મળતા વિરોધ ઊભો થયો છે. વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે કોમર્સ ફેકલ્ટીમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ.. રિપીટર વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાનું શરું કરવામાં આવ્યું નથી. તેઓ એડમિશનથી વંચિત છે.

દરમિયાન વિદ્યાર્થી સંગઠનોના વિદ્યાર્થી નેતાના કહેવા મુજબ ધારણ 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માગ સાથે રજૂઆત કરવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવ્યા હતા. 150થી 200 જેટલા પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત અગાઉ જે વિદ્યાર્થીઓને એડમિશન નહોતું મળ્યું તેમને પણ એડમિશન આપવામાં આવે. જો વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપવામાં આવે તો અમે આંદોલનનો રસ્તો અપનાવીશું. આ અંગે એમ એસ યુનિવર્સિટીના પીઆરઓ હિતેશ રાવિયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની લાગણી છે, જેને લઈને અમે કોમર્સ ફેકલ્ટીમાં કેટલી જગ્યાઓ ખાલી છે, કેટલી મંજૂર થયેલી છે, તે દરેક બાબતનો અભ્યાસ કરીને યુનિવર્સિટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

 

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code