
મેક્સિકોના સંશોધકે તૈયાર કર્યુ ખાસ પ્રકારનું માસ્ક, જોઈને બધા કહે છે “આવુ કેવુ માસ્ક?”
નવી દિલ્લી: વિશ્વના મોટાભાગના દેશો હજુ પણ કોરોનાવાયરસ મહામારીનો સામનો કરી રહ્યા છે. કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે મેક્સિકોના વૈજ્ઞાનિકો દ્વારા એવુ માસ્ક બનાવવામાં આવ્યું છે કે જે માત્ર વ્યક્તિના નાકના ભાગને જ ઢાંકે છે.
જો કે જાણકારો દ્વારા તેવુ પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારનું માસ્ક બનાવવા પાછળનું કારણ કોઈ ખાસ છે. જે માસ્ક સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે તેમાં જમતી અથવા પાણી પીતી વખતે માસ્ક ઉતારવુ પડે છે પણ આ માસ્કમાં એવુ કાંઈ કરવાની જરૂર નથી.
આ બાબતે લોકો દ્વારા એવી પણ પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે કે, કોરોનાવાયરસથી સંક્રમિત માત્ર નાકથી જ થવાય છે તેવો કોઈ દાવો કરવામાં આવ્યો નથી. કોરોનાવાયરસથી સંક્રમિત અનેક રીતે થઈ શકાય છે અને કેટલાક જાણકારો તો એવુ પણ માની રહ્યા છે કે કોરોનાવાયરસથી સંક્રમિત મુખ દ્વારા પણ થઈ શકાય છે.
હાલ મેક્સિકોમાં લોકો આ માસ્કનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે પણ કેટલાક દેશોમાં લોકો આ પ્રકારના માસ્કને હાથ પણ લગાવશે નહી તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે.
-દેવાંશી