
યુક્રેનમાં યુદ્ધને લઈને રશિયા પર પ્રતિબંધો – હવે મેકડોનલ્ડ્સએ પોતાની તમામ રેસ્ટોરન્ટ કરી બંધ
- રશિયા પર આર્થિક સંકટ
- મેકડોલન્ડ્સએ હવે પોતાની રેસ્ટોરન્ટને બંધ કરી
દિલ્હીઃ રશિયાએ યુક્રેન પર હુમલો કરવાનું શરુ કર્યું અને યુદ્ધ છેડ્યું તેને આજે 13 દિવસ થઈ ચૂક્યા છે ત્યારે હાલ પણ રશિયા તેનું આક્રમક રુપ બતાવી રહ્યું છે આવી સ્થિતિમાં ઘણા દેશો રશિયા પર પ્રતિબંઘ લાગૂ કરી રહ્યા છે,આ સાથે જ રશિયા પર હવે આર્થિક સંકટ મંડળાઈ રહ્યું છે.
ત્યારે હવે વધુ પ્રતિબંધઝો રશિયા પર લાગીત રહ્યા છે આજ શ્રેણીમાં યુક્રેન પર થયેલા હુમલાને કારણે મેકડોનાલ્ડ્સે એક મોટું પગલું ભરતા હવે રશિયામાં તેની તમામ રેસ્ટોરાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકન કંપની મેકડોનાલ્ડ્સની 800 થી વધુ રેસ્ટોરાં રશિયામાં કાર્યરત હતી, જે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવશે. હવે આ પ્રાકરના ઘણા નિર્ણયથી રશિયા સામે એક મોટૂ સંકટ આવી પડ્યું છે.
મેકડોનલ્ડ્સનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રશિયા યુક્રેન પર હુમલો કરી ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે જેને લઈને યુક્રેનમાં તબાહી મચી જવા પામી છે. યુક્રેન પર હુમલો કરવા બદલ અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને મંગળવારના રોજ યુએસ પ્રમુખ જો બાઈડેને રશિયા પાસેથી તમામ તેલની આયાત પર પ્રતિબંધો મૂક્યા છે, પરંતુ તેણે સ્વીકાર્યું કે તેનાથી અમેરિકનોને નુકસાન થશે, ખાસ કરીને ગેસ પંપ પર ખર્ચ થશે. જો કે રશિયા સામે આ પ્રતિબંધ ગાવવો પણ જરુરી હતો તેમ જણાવ્યું હતું