1. Home
  2. revoinews
  3. મોંઘીદાટ નાઈટ ક્રીમને કહો બાય-બાય: ઘરે જ બનાવો મેજિકલ નાઈટ ક્રીમ
મોંઘીદાટ નાઈટ ક્રીમને કહો બાય-બાય: ઘરે જ બનાવો મેજિકલ નાઈટ ક્રીમ

મોંઘીદાટ નાઈટ ક્રીમને કહો બાય-બાય: ઘરે જ બનાવો મેજિકલ નાઈટ ક્રીમ

0
Social Share

આજના સમયમાં ધૂળ, માટી અને પ્રદૂષણની સૌથી ખરાબ અસર આપણી ત્વચા પર જોવા મળે છે. ખાસ કરીને કાળઝાળ ગરમી અને સૂર્યના તેજ કિરણોને કારણે ચહેરો નિસ્તેજ અને કાળો પડી જતો હોય છે. ત્વચાની ચમક જાળવી રાખવા માટે લોકો બજારમાં મળતી મોંઘીદાટ નાઈટ ક્રીમ પાછળ હજારો રૂપિયા ખર્ચે છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર 5 રૂપિયાના ખર્ચમાં તમે ઘરે જ કુદરતી સામગ્રીથી શ્રેષ્ઠ નાઈટ ક્રીમ બનાવી શકો છો?

અમે વાત કરી રહ્યા છીએ વિટામિન-E કેપ્સ્યુલ વિશે. બજારમાં આ કેપ્સ્યુલ આશરે 5 રૂપિયાની એક મળી રહે છે, જે ત્વચા માટે વરદાન સમાન છે. આ નાઈટ ક્રીમ બનાવવા માટે તમારે માત્ર ત્રણ કુદરતી વસ્તુઓની જરૂર પડશે, વિટામિન-E કેપ્સ્યુલ, એલોવેરા જેલ અને ગુલાબજળ

  • નાઈટ ક્રીમ બનાવવાની રીત

સૌ પ્રથમ એક નાની વાટકીમાં 2 ચમચી એલોવેરા જેલ લો. તેમાં 1 ચમચી ગુલાબજળ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે 1 વિટામિન-E કેપ્સ્યુલને કાપીને તેનું તેલ આ મિશ્રણમાં ઉમેરો. ત્રણેય વસ્તુઓને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે એક મુલાયમ ક્રીમ જેવું ન બની જાય. આ ક્રીમને કાચની નાની ડબ્બીમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરો.

  • ફાયદા

એલોવેરા જેલ: ત્વચાને ઊંડાણપૂર્વક હાઈડ્રેટ કરે છે અને ઠંડક આપે છે. તે ખીલ અને ડાઘ-ધબ્બા ઘટાડીને નેચરલ ગ્લો આપે છે.
ગુલાબજળ: તે કુદરતી ટોનર છે જે ત્વચાના pH લેવલને જાળવી રાખે છે અને ચહેરા પર તાજગી લાવે છે.
વિટામિન-E:એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આ તેલ ત્વચાના કોષોને રિપેર કરે છે, કરચલીઓ ઘટાડે છે અને ચહેરાને લાંબા સમય સુધી જવાન રાખે છે.

  • ઉપયોગ કરવાની સાચી રીત

રાત્રે સૂતા પહેલા ચહેરાને ફેસવોશથી સારી રીતે સાફ કરી લો. ત્યારબાદ આ ક્રીમને હળવા હાથે ચહેરા પર લગાવી 2-3 મિનિટ મસાજ કરો. આખી રાત આ ક્રીમ રહેવા દો અને સવારે સાદા પાણીથી ચહેરો ધોઈ લો. નિયમિત 7 થી 10 દિવસના ઉપયોગથી તમને ચહેરા પર સ્પષ્ટ તફાવત જોવા મળશે.

જો તમારી સ્કીન અત્યંત સેન્સિટિવ હોય, તો ચહેરા પર લગાવતા પહેલા હાથ પર ‘પેચ ટેસ્ટ’ જરૂર કરી લેવો. આ ક્રીમમાં કોઈ પ્રિઝર્વેટિવ ન હોવાથી તેને 7 થી 10 દિવસથી વધુ સ્ટોર ન કરવી, દર અઠવાડિયે નવી ક્રીમ બનાવવી વધુ હિતાવહ છે.

Homemade Night Cream, Vitamin E Capsule Benefits, Skincare Tips Gujarati, Homemade Beauty Tips, Aloe Vera Gel and Rose Water, Homemade Night Cream Gujarati, Vitamin E Capsule for Face, Natural Skin Glow Tips

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code