
જાહેરખબર ક્ષેત્રના અગ્રણી અજીતભાઈ શાહના સ્વ. માતૃશ્રીનું બુધવારે બેસણું
અમદાવાદઃ ગુજરાતમાં જાહેરખબર ક્ષેત્રમાં જાણીતા અજીત એડ્સના માલિક અને સામાજીક આગેવાન અજીતભાઈ શાહના માતૃશ્રી કાન્તાબેન રમણલાલ શાહનું 92 વર્ષની વયે અરિહંતશરણ પામ્યા છે. જેમના ગઈકાલે વી.એસ.સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. તેમની અંતિમ યાત્રામાં સામાજીક આગેવાનો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યાં હતા. તેમનું બેસણું બુધવારે શહેરના પાલડી ભઠ્ઠા વિસ્તારમાં રાખવામાં આવ્યું છે. શહેરના પાલડી વિસ્તારમાં લીટલ ફ્લાવર સ્કૂલ પાસે આવેલા મણીભુવન અતિથી ગૃહમાં સવારે 9 કલાકથી 11 કલાક સુધી રાખવામાં આવ્યું છે.