
સાહીન મુલતાનીઃ-
- આદુને છોલતા પહેલા પાણીમાં પલાળો
- લસણને છોલતા પહેલા તડકામાં રાખો
- લોટ બાંધતા વખતે વાસણ નીચે કપડું રાખો
સામાન્ય રીતે કિચનમાં કાર્ય કરતા કરતા ગૃહિણી થાકીજતી હોય છે, સવારના નાસ્તાથી લઈને બપોરનું ભોજન સાંજનો નાસ્તો અને પછી રાત્રીનું ભોજન આમ દિવસ દરમિયાન ઘણો એવો સમય કિચનમાં પસાર થી જતો હોય છે, અનેક કાર્ય જો ખૂબ જ ધ્યાન આપીને કરવામાં આવે તો કામનો બોજ હળવો થાય છે, પરંતુ તે માટે તમારે ચોક્કસ અનેક બાબતોનું ધ્યાન રાખવું પડશે કે કયું કામ કરતી વખતે કઈ રીતે કરવું, તો આજે એવી જ કેટલીક ટિપ્સ પર ધ્યાન કેન્દ્રીત કરીશું જેના દ્રારા તમારું કિચનનું કાર્ય સરળ બનશે.
કિચનમાં કામ કરતી વખતે આ નાની નાની બાબતોનું રાખો ઘ્યાન
- જ્યારે પણ તમે લસણ છોલવા બેસો છો ત્યાર લસણને ઊંડી તપેલીમાં રાખવું જેથી કરીને લસણનો છોંતરા બહાર ઉડશે નહી.
- સલણ છોલતા પહેલા તેને તડકામાં તપાવી દો જેથી લસણ જલ્દીથી છોલાઈ જશે, અને તડકામાં મૂકતા પહેલા તેના પર તેલ વાળો હાથ લગાની દો.
- દૂધ ગરમ કરવા રાખો ત્યારે ગેસને ઘીમો રાખવો અને દૂધ ગરમ થાય ત્યા સુધી કિચનના સાઈડના કામ પતાની લો
- કિચનમાં જ્યારે પણ લોટ બાંધો ત્યારે કાઠરોટ કે વાસણની નીચે એક મોટૂં કપડું રાખ જેથી લોટ નીચે નહી પડે અને કિચન ગંદુ નહી થાય.
- રોટલી કરતા વખતે એપ્રનનો ચોક્કસ ઉપયોગ કરવો જેથી કપડા ગંદા નહી થાય
- જ્યારે પણ કિચનના વોશબેઝિંગમાં વાસણ માંજતા હોવ ત્યારે સૌ પ્રથમ દરેક વાસણનો એઠવાળો એક કાણા વાળી જારીમાં ગાળી લેવો, જેથી વોશબેઝિંગમાંથી પાણી સરળતાથઈ નીકળી જશે.
- શાકમાં વધાર કરતા વખતે કઢાઈ કે કુકરનું ઢાંકણું પહેલા બંધ કરી દેવું,એટલે કે વધાર કરી તરક ઢાકણ લગાવી દેવું આમ કરવાથી તેલના છાંટા કિચન પર ઉડશે નહી.
- આદુને છોલતા પહેલા 20 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો જેથી આદુની છાલ સરળતાથી નીકળી જશે,
- શાકભાજી જ્યારે પણ સમારવા બેસો ત્યારે એક મોટી ચટાઈ કે પાથરણું પાથરીને જ બેસવું જેથી આખા ઘરમાં કચરો નહી પડે અને તમારે ઘરમાં સાવરણી પણ નગહી ફએરવવી પડે, કામ પત્યા બાદ આ ચટાઈ કે પાછરણાને તમે ઘરની બહાર જઈને ખંખરી આવો.
- ચા ઉભરાય જાય તો સૌથી પહેલા કિચન પર પાણી રેડી દેવું જેથી કરીને ચા સુકાઈ નહી જો ચા સુકાઈ જાય તો ગેસના ચુલાને સાફ કરતા વધુ સમય લાગશે, આજ રીત દુધ ઉભરાય જાય ત્યારે પણ ફોલો કરો.
- કોઈ પણ સબજી બનાવતી વખતે તેને ઢાંકીને બનાવવી જેથી ગેસનો ઉપયોગ ઓછો થશે અને સબજી જલ્દી બજશે
tags:
kitchen tips