1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકા-ઈઝરાયેલની કાર્યવાહીથી હોર્મુઝ જલડમરુમધ્ય પ્રભાવિતઃ ચીન
અમેરિકા-ઈઝરાયેલની કાર્યવાહીથી હોર્મુઝ જલડમરુમધ્ય પ્રભાવિતઃ ચીન

અમેરિકા-ઈઝરાયેલની કાર્યવાહીથી હોર્મુઝ જલડમરુમધ્ય પ્રભાવિતઃ ચીન

0
Social Share

બેજિંગ, 3 એપ્રિલ 2026: હોર્મુઝ જલડમરુમધ્યમાં વધતા તણાવ માટે ચીને અમેરિકા અને ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીને જવાબદાર ઠેરવી તેને વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ માર્ગની સુરક્ષાની જવાબદારી તેલ મેળવતા દેશો પર છોડી દીધી છે, જેના પગલે તેલ પુરવઠો ખોરવાવાની ભીતિ સેવાઈ રહી છે. આ કટોકટીના ઉકેલ માટે બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે ૩૫ દેશોની બેઠક બોલાવી છે, જેથી રાજદ્વારી માર્ગે દરિયાઈ સુરક્ષા અને તેલનો પુરવઠો ફરી શરૂ કરી શકાય.

ચીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વર્તમાન સ્થિતિ માટે અમેરિકા અને ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યા છે. બેજિંગના જણાવ્યા અનુસાર, ઈરાન પર બંને દેશોની સૈન્ય કાર્યવાહીના કારણે હોર્મુઝ લગભગ બંધ જેવી સ્થિતિમાં છે. ચીનનું કહેવું છે કે આ હુમલાઓ જ આ સમસ્યાનું “મૂળ” છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે મોડી સાંજે (સ્થાનિક સમય મુજબ) અમેરિકાના નાગરિકોને સંબોધન કરતા હોર્મુઝની જવાબદારી લેવાથી હાથ ઊંચા કરી દીધા છે (જ્યારે પહેલા તેઓ આના પર અધિકાર જતાવવાની વાત કરતા હતા). ટ્રમ્પે કહ્યું કે, જે લોકો આ મુખ્ય શિપિંગ માર્ગ પરથી તેલ મેળવે છે તેમણે “આ માર્ગની સુરક્ષાની જવાબદારી” જાતે જ ઉઠાવવી જોઈએ.

જ્યારે પત્રકારોએ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગ પાસે ટ્રમ્પની આ ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા માંગી, ત્યારે તેમણે કહ્યું: “હોર્મુઝ જલડમરુમધ્યમાં અવરોધનું મૂળ કારણ, યુએસ-ઈઝરાયેલ દ્વારા ઈરાન વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ગેરકાયદેસર સૈન્ય અભિયાન છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવનું મૂળ ગેરકાયદેસર સૈન્ય કાર્યવાહી છે, જે વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા સુરક્ષા માટે ખતરો બની શકે છે.”

આ સાથે જ ચીની વિદેશ મંત્રાલયે તમામ પક્ષોને તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી છે. માઓ નિંગે કહ્યું કે સૈન્ય કાર્યવાહીથી સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. તેમણે ઉમેર્યું કે સંઘર્ષ વધારવો એ કોઈના હિતમાં નથી અને તમામ પક્ષોએ તાત્કાલિક સૈન્ય અભિયાન રોકી દેવું જોઈએ. તેમણે કહ્યું કે તમામ દેશોએ સંયમ વર્તવો જોઈએ અને વાતચીત દ્વારા ઉકેલ લાવવો જોઈએ.

આ દરમિયાન વર્તમાન સ્થિતિનો સાચો ઉકેલ લાવવા માટે બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે 35 દેશોની બેઠક બોલાવી છે, જેમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે રાજદ્વારી વિકલ્પો પર ચર્ચા કરશે. આ બેઠકમાં અમેરિકા, યુરોપ અને ખાડી દેશોના ભાગીદારો સામેલ છે.

સ્ટાર્મરના જણાવ્યા મુજબ, આનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ખોરવાયેલા તેલ પુરવઠાને ફરીથી સુચારૂ બનાવવાનો છે. સ્ટાર્મરે સ્પષ્ટપણે કહ્યું છે કે બ્રિટન યુદ્ધનો હિસ્સો નહીં બને, પરંતુ ઊર્જા સુરક્ષા માટે રાજદ્વારી પગલાં ચોક્કસ લેશે.

વધુ વાંચો: મધ્યસ્થી બનવા નીકળેલા પાક. પાસે અમીરાતે 2 બિલિયન ડોલરનું દેવું તાત્કાલિક પાછું માંગ્યું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code