
ચીનમાં હવે દંપતિ 3 બાળકોને આપી શકશે જન્મ,નહી ગણાય અપરાધ – જન્મદરમાં ધટાડો જોતા સરકારે પોતાની જૂની નીતિ બદલી
- ચીનમાં હવે દંપતિ 3 બાળકને આપી શકશે જન્મ
- જૂની નિતીમાં સરકારે કર્યો બદલાવ
- જન્મદરમાં ઘટાડો થતા લીધો નિર્ણય
- આ પહેલા 2 જ બાળકના જન્મની નિતી હતી
દિલ્હીઃ ચીન વિશઅવનો સોથી વધુ વસ્તી ઘરાવતો પ્રથમ નંબરનો દેશ છે, વધતી જતી વસ્તીને લઈને આ દેશમાં બેથી વધુ બાળકને જન્મ આપવા પર ગુનો ગણાતો હતો, જો કે હવે ઘટતા જન્મદરને જોતા ચીને પોતાનો આ જૂનો નિર્ણય બદલ્યો છે અને હવે દંપતિ ત્રણ બાળકોને જન્મ આપી શકે છે તે ગુનો ગણાશે નહી.
આ મામલે ચીનના શાસક પક્ષ સામ્યવાદીઓની રાષ્ટ્રીય કારોબારીએ ત્રણ બાળકોની નીતિને ઔપચારિક રીતે સમર્થન આપેલું જોઈ શકાય છે,વર્ષ 2016માં તેની પહેલાની નીતિ સુધારો લાવીને એકથી વધુ બે બાળકોને જન્મ આપવાની છૂટ આપી હતી. વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને આ નીતિ અપનાવવાની ફરજ પડી છે.
ચીનમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિએ સંશોધિત જનસંખ્યા તેમજ કુટુંબ નિયોજન કાયદાને પસાર કર્યો છે. હવે ચીની દંપતીઓને ત્રણ બાળકોને જન્મ આપવાની છૂટ મળી ચૂકી છે.
ચીનના મીડિયા એહવાલ પ્રમાણે નવા કાયદામાં બાળકોના ભરણપોષણ અને તેમની શિક્ષાનો ખર્ચ ઘટાડવા માટે અને તેની સાથે જ પરિવારનું બર્ડન ઘટાડવા નાણા, કર વીમા, શિક્ષણ, આવાસ અને રોજગારમાં સહકાર આપતા નિર્ણયો અને પગલા લેવાશે.
ચાલુ વર્ષના મે મહિનામાં જ જો કે આ છૂટ મળી હતી, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાએ બે બાળકોની પોતાની આકરી નીતિમાં છૂટ આપતા બધા દંપતીઓને ત્રણ બાળકો જન્મ આપવા પર અપરાધને હટાવ્યો હતો.આ માટે દેશમાં આવી રહેલા જનસંખ્યા સંકટ માટે એક બાળકની નીતિને જવાબદાર ગણાવી હતી જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.