અમદાવાદઃ યુગાન્ડાથી આવેલા યુવક-યુવતીના પેટમાં 165 કેપ્સ્યુલમાં છુપાયેલો 1.8 કિલો હેરોઈન જપ્ત કરાયું
અમદાવાદઃ દક્ષિણ આફિક્રાના યુગાન્ડાથી અમદાવાદ આવેલા યુવક-યુવતીના પેટમાંથી કેપ્સ્યુલમાં છુપાવેલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બંને વ્યક્તિઓના પેટમાંથી કાઢવામાં આવેલી 165 કેપ્સ્યુલમાંથી 1.8 કિલો જેટલું હેરોઈન મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બંને વ્યક્તિઓ તાજેતરમાં જ હવાઈ માર્ગે અમદાવાદ આવી હતી. ત્યારે શંકાના આધારે તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમજ હોસ્પિટલમાં તપાસ કરતા […]


