નેશનલ હાઇવે ઓથોરિટીએ 1,100 ટોલ પ્લાઝા પર દરો 3થી5% વધાર્યા
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ટોલ ટેક્સના ભાવમાં વધારો થયો છે. નેશનલ હાઈવે ઑથોરિટી(NHAI)એ દેશભરના આશરે 1100 જેટલાં ટોલ પ્લાઝા પર ટેક્સ 3થી 5 ટકા વધાર્યો છે. નવા દરો આજથી જ અમલમાં આવ્યા છે. ટોલટેક્સમાં થયેલા વધારાને પગલે વાહન ચાલકોના ખિસ્સાને અસર પડશે. NHAI સોમવારથી એટલે આજથી બે મહિનાથી પેન્ડિંગ પડેલા ટોલ દર લાગુ કર્યા છે. […]