રાષ્ટ્રપતિ મુર્મુ હસ્તે ગુજરાતના 1330 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કરાયો
ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા શ્રીમતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર આપ સૌની વચ્ચે અહીં ગુજરાતમાં આવીને પ્રસન્નતાનો અનુભવ કરી રહી છું. ગાંધીનગરમાં નિર્માણાધીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ 85 ટકા આદિજાતિ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રૂ. 530 કરોડના ખર્ચે 540 બેડની […]