ગુજરાતમાં 170 તાલુકામાં માવઠુ, રાજુલામાં 4 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો
અમરેલી જિલ્લામાં વીજ પોલ ધરાશાયી થતાં વીજળી પુરવઠો ખોરવાયો, ધારતવાડી નદીમાં બોલેરોકાર તણાઈ, ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે સહિત અનેક રસ્તાઓ બંધ અમદાવાદઃ અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. આજે સોમવારે બપોર સુધીમાં 170 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીના રાજુલામાં સાડા છ ઈંચ, લીલીયામાં સાડા ચાર ઈંચ, ગીર ગઢડા અને […]


