દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 6 દિવસમાં પડ્યો 50 ઈંચ વરસાદ, 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 6 દિવસ દરમિયાન સરેરાશ 50 ઈંચ વરસાદ પડ્યો છે. મેધરાજાએ સમયાંતરે સતત બેટિંગ કરતા વરસાદે 30 વર્ષનો રેકર્ડ તોડ્યો છે. સૌથી વધુ કફોડી હાલત કલ્યાણપુર તાલુકાની બની છે. માત્ર રોડ-રસ્તાઓ પર જ નહીં, વાડી-ખેતરોમાં પણ પાણી ભરાયા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરિક્ષણ કરીને અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની માહિતી મેળવી હતી. […]