દર વર્ષે 50 હજાર ચોરસ કિમી વિસ્તાર દુષ્કાળની ઝપેટમાં, 1980થી સમસ્યા વધી રહી છે
વિશ્વમાં 1980 થી દુષ્કાળની સમસ્યા સતત વધી રહી છે અને આબોહવા પરિવર્તનને કારણે તેની તીવ્રતા વધુ વધવાની ધારણા છે. દર વર્ષે સરેરાશ 50 હજાર ચોરસ કિમી વિસ્તાર દુષ્કાળની ઝપેટમાં આવે છે. સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફોરેસ્ટ, સ્નો એન્ડ લેન્ડસ્કેપ રિસર્ચની આગેવાની હેઠળના સંશોધનમાં આ માહિતી સામે આવી છે. તેના પરિણામો સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયા છે. […]