ગાઝામાં ઇઝરાયલનો સૌથી મોટો હવાઈ હુમલો, 66 લોકો માર્યા ગયા
ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર બોમ્બમારો શરૂ કરી દીધો છે. સોમવારે રાત્રે અને મંગળવારે સવારે ગાઝામાં અનેક વિસ્તારમાં હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 66 લોકો માર્યા ગયા છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, 19 જાન્યુઆરીએ યુદ્ધવિરામ થયા પછી ગાઝામાં ઇઝરાયલના આ સૌથી મોટા હુમલા છે. […]