ગુજરાતમાં 9 મહિનામાં ટીબીના 87397 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ
દેશમાં સૌથી વધુ 76 લાખ કેસ સાથે ઉત્તર પ્રદેશ મોખરે, ગુજરાતમાં પ્રતિદિન ટીબીના સરેરાશ 358 નવા કેસ નોંધાયા, રાજ્યમાં ટીબીના દર્દીઓને સારવાર પૂર્ણ થવાનો દર 91% નોંધાયો અમદાવાદઃ ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ના દર્દીઓમાં વધારો થતો જાય છે. છેલ્લા 9 મહિનામાં રાજ્યમાં ટીબીના 87397 કેસ નોંધાયા છે. આમ, પ્રતિ દિવસે ટીબીના સરેરાશ 358 નવા કેસ નોંધાય છે. […]