1. Home
  2. Tag "Aajna Samachar"

શિવરાત્રિના મેળાને લીધે ગિરનાર રોપ-વેના ટિકિટ દરમાં રૂપિયા 69નો ઘટાડો

જુનાગઢ, 9 ફેબ્રુઆરી 2026:  શહેરમાં ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથમાં દર વર્ષે શિવરાત્રિનો મહામેળો યોજાઈ છે. આ વખતે 5 દિવસીય મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ તા.11મી ફેબ્રુઆરીને બુધવારથી થશે. આ મહામેળા માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ ગિરનારની ટુક પર રોપવેમાં જઈ શકે તે માટે રોપ-વેના સંચાલકોએ ટિકિટના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જુનાગઢમાં […]

NEET UG 2026: મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટેશનની વિન્ડો ખૂલી

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  મેડિકલ અને પેરા મેડિકલના સ્નાતકના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) આપવી ફરજિયાત છે. દેશભરની સરકારી અને ખાનગી મેડિકલ અને પેરા મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નીટ યુજીની ઓનલાઈન રજિસ્ટ્રેશન વિન્ડો પણ ખૂલી ગઈ છે. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે આગામી 8 માર્ચ સુધીમાં અરજી પ્રક્રિયા પૂર્ણ […]

ભવનેશ્વર ઝૂ દ્વારા સુરતને ભેટમાં મળેલા ત્રણ વાઘ સરથાણા નેચર પાર્કમાં લવાયા

સુરત, 9 ફેબ્રુઆરી 2026: ઓરિસ્સાના ભૂવનેશ્વર પ્રાણી સંગ્રહાલય દ્વારા સુરત મ્યુનિને એક નર અને બે માદા એમ ત્રણ વાઘની ભેટ અપાતા ત્રણેય વાઘને સુરતના સરથાણા નેચર પાર્ક લાવવામાં આવ્યા છે. ત્રણેય વાઘને 45 દિવસ ક્વોરન્ટાઈનમાં રખાશે. ત્યારબાદ શહેરીજનો સરથાણા નેચર પાર્કમાં વાઘનો નજારો માણી શકશે. સુરત મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સરથાણા નેચર પાર્કમાં 3 વાઘનું આગમન થતાં […]

અમદાવાદના સાઉથ બોપલમાં પાર્ક કરેલી કારના કાચ તોડી બે લાખની ચોરી

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં સફલ પરિસર રોડ પર આવેલા સાનવી સ્ટેરા ફ્લોરા બિલ્ડિંગ નજીક પાર્ક કરેલી કારના વિન્ડો કાચ તોડીને બે શખશો રૂપિયા બે લાખની રોકડ ભરેલી બેગ લઈને બાઈક પર ફરાર થઈ ગયા હતા. પ્રિન્સ નામના વેપારી પરત ફર્યા ત્યારે તેમની કારના કાચ તૂટેલા હતા. અને બે લાખ રોકડ ભરેલી […]

ગુજરાતમાં બાળકો ખરીદીને વેચવાનું રેકેટ, મહિલા સહિત 4 શખસોની ધરપકડ

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં ગરીબ પરિવારો પાસેથી ત્રણથી ચાર લાખમાં બાળકો ખરીદીને અન્ય રાજ્યોમાં વેચવાના કૌભાંડનો પડદાફાશ કરીને ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને પકડ્યા બાદ મુખ્ય સૂત્રધારને પણ દબોચી લેવાયો છે. પોલીસે આરોપીઓને રિમાન્ડ પર મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરી ગેન્ગને પકડીને પૂછતાછ કરતા એવી હકિકત જાણવા […]

ઊંઝામાં 20 દિવસમાં ત્રણ કરોડની કિંમતના જીરૂની ચોરી કેસમાં વકીલ સહિત 5 આરોપી પકડાયા

મહેસાણા, 8 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા હાઇવે પાસે ડિસેન્ટ હોટેલ પાછળ ખોડિયાર એસ્ટેટના ગોડાઉનમાં 20 દિવસમાં રૂપિયા ત્રણ કરોડની કિંમતના જીરૂની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ચોરીનો ભેદ ઉકેલી 5 આરોપીને દબોચી લીધા છે.  ચોરી કેસની તપાસમાં હાલ જે તથ્યો સામે આવી રહ્યા છે, તેને જાણીને ખુદ પોલીસ પણ […]

વૈશ્નોદેવી-ઝૂંડાલ હાઈવે પરનો કટ બંધ કરાતા લોકોએ કર્યો વિરોધ

અમદાવાદ, 8 જાન્યુઆરી 2026: શહેરના વૈશ્નોદેવી-ઝૂંડાલના એસપી રિંગ રોડ હાઈવે પર હોટલ હિલ્લોક નજીકનો ડિવાઈડર પરનો કટ બંધ કરી દેવાતા ન્યુ ત્રાગડ, ચાંદખેડા સહિતના વિસ્તારોના વાહનચાલકોને હાલાકી પડી રહી છે. આથી આ વિસ્તારના વાહનચાલકો સહિત લોકોએ ભારે વિરોધ કરીને સિગ્નેચર કેમ્પેઇન શરૂ કર્યું છે, કહેવાય છે કે, ભાજપના સાંસદ નરહરિ અમીનની રજૂઆત બાદ ઔડા અને […]

કુરિયરના પાર્સલમાંથી મોંઘા મોબાઈલ ફોનની બદલી કરતી સ્કેમર ગેંગ પકડાઈ

અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2026,  ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધતો જાય છે. ત્યારે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીના પાર્સલમાંથી મોંઘા મોબાઈલ ફોન બદલીને છેતરપિંડી કરતી ગેન્ગને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓને નિશાન બનાવતી આ ગેંગ લોજિસ્ટિક્સ ચેઇનમાં ઘૂસીને અસલ કિંમતી સામાનને બદલે ડમી પ્રોડક્ટ્સ પધરાવી દેતી હતી. ક્રાઈમ બ્રાન્ચે […]

સાંચોર-થરાદ હાઈવે પર પૂર ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બેનાં મોત

પાલનપુર, 8 ફેબ્રુઆરી 2026,  થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. સાંચોર-થરાદ હાઇવેના સર્વિસ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતાં બાઈકસવાર ત્રણ વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. જેમાં પિલુડા ગામની બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત […]

મુળીના ધોળિયા ગામે કોલસાના ખનન કેસમાં 4 શખસો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર, 8 ફેબ્રુઆરી 2026,  જિલ્લાના મૂળી તાલુકાના ધોળિયા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર કોલસા ખનન કરવાના કેસમાં કલેક્ટરના આદેશ બાદ 4 શખસો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી ‘ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020’ હેઠળ કરવામાં આવી છે. ખનીજ માફિયા સામે કડક કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. આ બનાવની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code