Homeગુજરાતીગુજરાતગુજરાતમાં બાળકો ખરીદીને વેચવાનું રેકેટ, મહિલા સહિત 4 શખસોની ધરપકડ

ગુજરાતમાં બાળકો ખરીદીને વેચવાનું રેકેટ, મહિલા સહિત 4 શખસોની ધરપકડ

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં ગરીબ પરિવારો પાસેથી ત્રણથી ચાર લાખમાં બાળકો ખરીદીને અન્ય રાજ્યોમાં વેચવાના કૌભાંડનો પડદાફાશ કરીને ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને પકડ્યા બાદ મુખ્ય સૂત્રધારને પણ દબોચી લેવાયો છે. પોલીસે આરોપીઓને રિમાન્ડ પર મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરી ગેન્ગને પકડીને પૂછતાછ કરતા એવી હકિકત જાણવા મળી હતી કે, આરોપીઓ દ્વારા બાળ તસ્કરીનું આ આંતરરાજ્ય રેકેટ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું. નિસંતાન દંપત્તીનો સંપર્ક કરીને 4થી 5 લાખમાં બાળકને વેચી દેતા હતા. એટલું જ નહીં પણ નર્સિંગ હોમ સાથે મળી બાળકનું બોગસ જન્મપ્રમાણ પત્ર તૈયાર કરવા સુધીની કામગીરી અલગ અલગ લોકો કરતા હતા. આરોપીઓ  કમિશન પર કામ કરતા હતા. આ રેકેટમાં જે દંપતી બાળક ખરીદવા ઈચ્છતુ હોય તેની પાસેથી એડવાન્સમાં જ નોન રિફંડબેલ રકમ મેળવી લેતા હોવાનું પણ સામે આવ્યું છે.

 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. રેકેટમાં સૌપ્રથમ નિસંતાન દંપતી કે જે બાળક મેળવવા ઈચ્છતા હોય તેમની પાસેથી મોટા દલાલ દ્વારા એડવાન્સ રકમ લેવામાં આવે છે. એડવાન્સ મળ્યા બાદ દલાલોની ટુકડી બાળકની શોધ શરૂ કરે છે. ગરીબ અથવા મજબૂરીમાં બાળક વેચવા તૈયાર થતા દંપતી પાસેથી બાળક ખરીદવામાં આવે છે. બાળક મળી ગયા બાદ તેને તૈયાર કરી સારા કપડાં પહેરાવી તેના ફોટા પાડવામાં આવે છે.આ ફોટા એજન્ટના ગ્રુપમાં મૂકવામાં આવે છે.આ ફોટા મૂક્યા બાદ બાળકનો ભાવ રૂ. 3 લાખથી 5 લાખ વચ્ચે નક્કી કરવામાં આવતો હતો.  ક્રાઈમ બ્રાન્ચે બાળકની તસ્કરી કેસમાં વંદના પંચાલ, રોશન અગ્રવાલ અને સુમિત યાદવને આગાઉ ઝડપી લીધા હતા. ત્યારબાદ તપાસમાં બનાસકાંઠાના સપ્લાયર યુનુસ સિંધીનું નામ ખુલતા તેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular