1. Home
  2. Tag "Aajna Samachar"

સુરતની મ્યુનિ. શાળાની બે વિદ્યાર્થિનીઓ દૂબઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પહોંચી

સુરત, 9 જાન્યુઆરી 2026: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સુમન હાઈસ્કુલની બે વિદ્યાર્થિનીઓ સિલેક્ટ થતા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે દૂબઈ પહોંચી છે. સુરતની સુમન મ્યુનિ. શાળામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, ડ્રોન, 3-D પ્રિન્ટીંગ અને AR-VR ટેકનોલોજી સહિત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આથી થોડા દિવસો પહેલાં અમદાવાદમાં યોજાયેલી WSRO 2025માં સુમન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ઉલ્લેખનીય સફળતા […]

ભારત-પાક સરહદ પર આવેલા નડાબેટમાં યાયાવર પક્ષીઓનો જમાવડો

થરાદ, 9 જાન્યુઆરી 2026: દર શિયાળાની સીઝનમાં વિદેશથી મોટી સંખ્યામાં પક્ષીઓ ગુજરાતની સહેલગાહે આવતા હોય છે. ત્યારે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા નડાબેટના રણમાં ભરાયેલા પાણીમાં છબછબિયા કરવા માટે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા છે. 120થી વધુ પ્રજાતિના પક્ષીઓ લાખો કિલોમીટરનું અંતર કાપીને નડાબેટ પહોંચ્યા છે. આ યાયાવર પક્ષીઓ મુખ્યત્વે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે (CAF) […]

થાનગઢના ખાખરાળી ગામ નજીક ગેરકાયદે કોલસાનું ખનન પકડાયું

સુરેન્દ્રનગર, 9 જાન્યુઆરી 2026: જિલ્લાના થાન તાલુકાના ખાખરાળી ગામ નજીક કોલસાના ગેરકાયદે ખનન સામે ચોટિલા પ્રાંત અધિકારી સહિત તેમની ટીમે દરોડો પાડતા કોલસા ખનન માટેના બે ચાલુ કૂવા મળી આવ્યા હતા. સ્થળ પરથી આશરે 70 ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ખનન માટે વપરાતો એક ચરખી સેટ પણ કબજે કરી તેને થાનગઢ મામલતદાર કચેરી […]

સોમનાથના સ્વાભિમાન પર્વ માટે રવિવારે એસટીની 1800 બસો ફાળવાશે

રાજકોટ, 9 જાન્યુઆરી 2026: બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વની ઊજવણી કરવામાં આવી રહી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 11મી જાન્યુઆરીને રવિવારે ઊજવણીમાં સહભાગી થશે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ ઐતિહાસિક પર્વમાં સહભાગી થવા ગુજરાત સહિત દેશમાંથી ઉમટી પડનારા હજારો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી […]

અમદાવાદમાં પાણીના જગ વેચનારાઓએ પાણીને ક્લોરીનથી શુદ્ધ કરીને વેચવું પડશે

અમદાવાદ, 9 જાન્યુઆરી 2026: રાજ્યના મહાનગરોમાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકારીઓને તકેદારીના પગલાં લેવાની સુચના આપવામાં આવી છે. તેમજ શહેરમાં પાણીનાં જગ (મોટી બોટલો)ના સપ્લાયરો માટે  પાણીનાં પ્યોરિફિકેશન થાય તેના માટે ક્લોરીનેશન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમના ધંધાકીય એકમોમાં ક્લોરિફિકેશન થાય તે પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે. જો આ પ્રકારનું ક્લોરીન […]

રાજકોટના ધોરાજી, જેતલસર સહિત વિસ્તારોમાં ભૂકંપના આંચકા

ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર ઉપલેટાથી 30 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું રાજકોટ, 9 જાન્યુઆરી 2026: સૌરાષ્ટ્ર-કચ્છમાં અનારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઇકાલ સાંજથી અત્યાર સુધી સાત જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારથી બપોર સુધીમાં 6 આંચકા અનુભવાતા જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભય વ્યાપી […]

સુરતમાં બાઈક સ્લીપ થતાં પાછળ આવતી સિટી બસની અડફેટે બાઈકચાલકનું મોત

સુરત, 9 જાન્યુઆરી 2026: શહેરના કતારગામ વિસ્તારમાં ફુલપાડા નજીક રોંગ સાઈડમાં પૂર ઝડપે આવી રહેલા બાઈકચાલકને બચાવવા જતા સામે આવી રહેલા બાઈકચાલકે બ્રેક મારતા બાઈક રોડ પર સ્લીપ ખાતા બન્ને બાઈક સવારો રોડ પર પટકાયા હતા. આ સમયે પાછળ આવી રહેલી સિટી બસે અડફેટે લેતા 29 વર્ષીય બાઈકસવાર યુવાનનું મોત નિપજ્યું હતું.  શહેરના કતારગામ વિસ્તારમાં […]

GPSCની 2026માં લેવાનારી વિવિધ સંવર્ગની પ્રીલિમ પરીક્ષાની તારીખો જાહેર

અમદાવાદ, જાન્યુઆરી 2026:  ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વિવિધ ક્લાસ-1 અને ક્લાસ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. પ્રલિમ પરીક્ષાની તારીખો જાહેર થતાં લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોને રાહત થઈ છે. GPSC દ્વારા કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગોની પ્રીલિમ પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન […]

વડોદરાના 5 ધારાસભ્યોનો લખ્યો CMને પત્ર, અધિકારીઓ પ્રજાના કામો કરતા નથી

વડોદરા, 8 જાન્યુઆરી 2026: ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાનો અધિકારીઓની લાપરવાહીને લીધે પ્રજાને લાભ મળતો નથી. વહીવટી તંત્રમાં વ્યાપ્ત અરાજકતા અને અધિકારીઓની ખરાબ માનસિકતા સામે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખાયેલા આ પત્રમાં ‘વંદે […]

ગુજરાત શહેરી વિકાસ ક્ષેત્રે દેશના રોલ મોડલ રાજ્ય તરીકે ઉભરી આવ્યું: દેસાઈ

ગાંધીનગર,8 જાન્યુઆરી 2026:  GNLU-ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતા હેઠળ “સ્વનિધિ સમારોહ-2026” વર્કશોપ અને એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન શહેરી વિકાસ મંત્રીશ્રીના હસ્તે “પીએમ સ્વનિધિ યોજના”ના લાભાર્થીઓને લોન સહાયના ચેક અને ક્રેડિટ કાર્ડ માટેના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ, મંત્રીએ સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા બનાવવામાં આવતી સ્વદેશી વસ્તુઓના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code