1. Home
  2. Tag "aap"

પંજાબ બાદ હવે AAPની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપર નજર, કેજરિવાલ અમદાવાદની મુલાકાતે

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શકયતા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીમાં ઝપલાવે તેવી શકયતા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીતથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી […]

ચૂંટણી આવતા જ હાર્દિક પટેલ ચર્ચામાં,સૂત્રો અનુસાર હાર્દિક આપ પાર્ટીમાં જોડાય તેવી સંભાવના

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હાર્દિક પટેલ ફરીવાર ચર્ચામાં કોંગ્રેસને હાથ મુકીને આપનો સાથ આપી શકે છે હાર્દિક: સૂત્ર ગાંધીનગર :ગુજરાતમાં ભાજપ સરકારને હરાવવા માટે કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલ ફેક્ટરનો જોરદાર ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો, હવે ફરીવાર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ ચર્ચામાં આવ્યો […]

પંજાબઃ આમ આદમી પાર્ટીની સરકારના 10 મંત્રીઓએ લીધા શપથ

નવી દિલ્હીઃ પંજાબની ભગવંત માન સરકારમાં આજે મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે શપથ ગ્રહણ સમારોહમાં મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. આજે 10 મંત્રીઓએ શપથ લીધા. પ્રથમ નંબર પર હરપાલ સિંહ ચીમા અને 10મા નંબર પર હરજોત સિંહ બેન્સે મંત્રી તરીકે શપથ લીધા. પ્રાપ્ત માહિતી અનુસાર 31 વર્ષીય બેન્સ ભગવંત માનની કેબિનેટમાં સૌથી યુવા […]

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ શપથ ગ્રહણ કર્યા, કેજરિવાલ પણ રહ્યાં ઉપસ્થિત

દિલ્હીઃ પંજાબ વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યાં હતા. દરમિયાન આજે ભગવંત માનએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર શપથ લીધા બાદ ભગવંત માનના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અહંકાર નહીં કરવા માટે અપીલ કરી હતી. […]

પંજાબમાં કારમી હાર શા માટે મળી?, કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ ક્યારેય શીખશે નહીઃ અમરન્દરસિંઘ

નવી દિલ્હી: દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ખૂબજ નબળો રહ્યો છે. ત્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને બળવાખોર એવા કેપ્ટન અમરિન્દરસિંઘએ કોંગ્રેસની નેતાગીરી પર પ્રહારો કર્યા હતા. પંજાબમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકવામાં આમ આદમી પાર્ટી સફળ રહી છે. ત્યારે કેપ્ટન અમરિન્દર સિંઘનના કારણે કોંગ્રેસને હાર મળી હોવાના આક્ષેપનો જવાબ આપતા કેપ્ટને કોંગ્રેસની ટીકા કરી […]

પંજાબમાં આમ આદમી પાર્ટીના ભગવંત સિંહ માન તા. 16મી માર્ચે શપથ લેશે

નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના મુખ્યમંત્રી ચન્ની અને નવજોતસિંહ સિદ્ધુ, પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અરમિંદરસિંહ સહિતના નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબમાં ભવ્ય વિજય બાદ આમ આદમી પાર્ટીએ સરકાર બનાવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતા ભગવંતસિંહ માન તા. 16મી માર્ચના રોજ શપત […]

દિલ્હી-પંજાબની ક્રાંતિ આખા દેશમાં ફેલાઈ જશેઃ કેજરિવાલ

દિલ્હીઃ પંજાબ વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. આમ આદમી પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભી આવ્યો છે. દરમિયાન પંજાબમાં જીત પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં ક્રાંતિ આવી ગઈ છે, અનેક સિનિયર રાજકીય આગેવાનોને હારનો સામનો કરવો પડ્યો છે. અમે પ્રામાણિક રાજકારણ શરૂ કર્યું અને આખી વ્યવસ્થા બદલી નાખી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે […]

પંજાબ વિધાનસભા ચૂંટણીઃ મુખ્યમંત્રી ચન્ની બંને બેઠકો ઉપર હાર્યા, કેપ્ટન અમરિંદર સિંહનો પણ પરાજય

નવી દિલ્હીઃ પંજાબમાં 117 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌથી મોટી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવી છે. બીજી તરફ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર પંજાબના મુખ્યમંત્રી ચન્ની બે બેઠકો ઉપરથી ચૂંટણી લડ્યાં હતા. આ બંને બેઠકો ઉપર તેમનો પરાજય […]

પંજાબમાં સરકાર બન્યા બાદ સૌ પ્રથમ યુવાનોને રોજગારી પુરી પાડીશુઃ આપ

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તારણો અનુસાર ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં ભાજપ સરકાર બનાવવાની દીશામાં આગળ વધી રહી છે. જો કે, પંજાબમાં પરિસ્થિતિ કંઈક અલગ જ છે, અહીં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. દિલ્હીમાં આપની જીતને પગલે આમ આદમી પાર્ટીના […]

દિલ્હી કોર્પોરેશન ચૂંટણી મુદ્દે આમ આદમી પાર્ટી ઉપર ભાજપના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીને લઈને કેજરિવાલે ભાજપ ઉપર કરેલા આક્ષેપ સામે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ દેશમાં સાત વર્ષમાં અનેક વિકાસના કામ કર્યાં છે. જેથી ભાજપ ચૂંટણીથી ડરતું નથી. કેન્દ્રીય પ્રધાન અને નવી દિલ્હીના સાંસદ મીનાક્ષી લેખીએ ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચે દિલ્હીમાં મ્યુનિસિપલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code