ગુજરાત સહિત મધ્ય ભારતમાં ચોરીના ગુના આચરતી કુખ્યાત કડીયા સાસી ગેંગનો પર્દાફાશ
અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસે નજર ચુકવીને બેંકો અને લગ્ન પ્રસંગોમાં ચોરીઓ કરતી ગેંગને ઝડપી લઈને ચોરીના અનેક ભેદ ઉકેલાયા હોવાનું જાણવા મળે છે. મહિલાઓ અને બાળકો સાથે જ આવીને ચોરી કરવામાં માસ્ટરી ધરાવતી મધ્યપ્રદેશની કડીયા સાસી ગેંગને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી લીધી છે. આંતરરાજ્ય ચોરી કરતી ગેંગને ઝડપી લઈ અંતરિયાળ વિસ્તારની પોલીસ ટીમ પ્રશંસાને પાત્ર […]