1. Home
  2. Tag "accident"

બેંગલુરુમાં એમ્બ્યુલન્સે અનેક વાહનોને અડફેટે લીધા, 2ના મોત

નવી દિલ્હી: કર્ણાટકના બેંગલુરુમાં એક ઝડપી એમ્બ્યુલન્સે ઘણા લોકોને ટક્કર મારી, અનેક મોટરસાયકલોને તેની સાથે ઘણા અંતર સુધી ખેંચી લીધી. સ્કૂટર પર સવાર એક દંપતીને પણ એમ્બ્યુલન્સે ટક્કર મારી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સનસનાટીભર્યા અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બેંગલુરુના રિચમંડ સર્કલ પાસે આ અકસ્માત થયો. પાછળથી […]

અમદાવાદમાં પોલીસ જવાનની કારએ રિક્ષાને ટક્કર મારી, રિક્ષાચાલક બેભાન

કારમાંથી બિયરની બોટલ, વર્દી અને કારની નંબરપ્લેટ પણ મળી હતી, પોલીસકર્મી નશાની હાલમાં હોવાનો લોકોએ કર્યો આક્ષેપ, ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગત મોડી રાતે વિશાળા સર્કલ પાસે કારએ રિક્ષાને ટક્કર મારતા રિક્ષાએ પલટી ખાતા રિક્ષાચાલકને બેભાનાવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો છે. આ અકસ્માતને લીધે લોકોનું ટોળું […]

પાવાગઢમાં દુર્ઘટના : ગુડ્સ રોપ વે તૂટતા 6નાં મોત

પાવાગઢ : પાવાગઢ ખાતે બનેલી ભયાનક દુર્ઘટનામાં ગુડ્સ રોપ વે તૂટી પડતાં 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. બાંધકામ માટે સામાન લાવવા-લઈ જવા માટે રાખવામાં આવેલ આ રોપ વે અચાનક તૂટી પડ્યો હતો. માહિતી મુજબ, મૃતકમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ બનાવને પગલે નાસભાગ મચી […]

દિલ્હીના કાપાસહેરા વિસ્તારમાં અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મોત

દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના કાપાસહેરા વિસ્તારમાં 25 ઓગસ્ટની રાત્રે થયેલા માર્ગ અકસ્માતના સંદર્ભમાં પોલીસે ડમ્પર ડ્રાઈવરની ધરપકડ કરી છે. આ દુ:ખદ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત થયા હતા, જેમાં 4 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. ચાર લોકો ઘાયલ થયા હતા. ધાર્મિક યાત્રાથી પરત ફરી રહ્યો હતો પરિવાર પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલ પરિવાર […]

તરણેતરનો મેળો માણીને બાઈક પર પરત ફરતા કાકા-ભત્રીજાનું કન્ટેનરની અડફેટે મોત

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે અકસ્માત સર્જાયો, અકસ્માત બાદ કન્ટેનરચાલક નાસી ગયો, પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી મોરબીઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતોવા બનાવો વધતા જાય છે. ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. તરણેતરના મેળાની મોજ માણીને બાઈક પર પરત ફરી રહેલા કાકા-ભત્રીજાનું કન્ટેનર ટ્રેલરની અડફેટે મોત નિપજ્યું […]

જમ્મુ કાશ્મીરમાં એક અકસ્માતમાં ક્રિકેટરનું મોત

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક વ્યક્તિએ અચાનક તેની કારનો દરવાજો ખોલ્યો, આ દરમિયાન બાઈકચાલક ક્રિકેટર કારના દરવાજા સાથે અથડાયો હતો. ટક્કર બાદ, ક્રિકેટર રસ્તા પર પડી ગયો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ તેનું મોત નિપજ્યું. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. ક્રિકેટરની ઓળખ […]

જલંધર-કપૂરથલા રોડ પર PRTC બસ અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત

જલંધર-કપૂરથલા રોડ પર મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો, જ્યારે પંજાબ રોડવેઝની બસ સામેથી આવી રહેલી પિકઅપ વાન સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં વાનમાં મુસાફરી કરી રહેલી એક મહિલા અને બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા. ઘટના બાદ મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું, જ્યારે […]

ભાવનગર-સોમનાથ હાઈ-વે પર એમ્બ્યુલન્સએ બાઈક સવાર બે યુવાનનોને ઉડાવ્યા

રોડ સાઈડ પર ઊભેલા બે બાઈક સવારોને ઉડાવ્યા, અકસ્માતની ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ, રોડ સાઈડ પર ઊભેલી બે મહિલા માંડ બચી ભાવનગરઃ રાજ્યના નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ભડી ટોલનાકા પાસે હાઈવે પર એક ખાનગી એમ્બ્યુલન્સે રોડ સાઈડ પર બાઈક સાથે […]

ભાવનગર-અમદાવાદ હાઈવે પર મઢિયા ગામ પાસે આઈસર અને ટેન્કર વચ્ચે અકસ્માત

અકસ્માતમાં એકનું મોત અને 15 લોકોને ઈજા, રોડ પર બંધ પડેલા ટેન્કર પાછળ આયસર ઘૂંસી ગયું, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર આજે શુક્રવારે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર મઢીયા ગામ નજીક એક બંધ પડેલા ટેન્કર સાથે આઇસર અથડાતા 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે […]

ગલવાનમાં લશ્કરી વાહનને નડ્યો અકસ્માત, બે અધિકારી શહીદ અને ત્રણ ઘાયલ થયા

લદ્દાખની ગલવાન ખીણમાં એક મોટો અકસ્માત થયો જ્યારે દુર્બુકથી ચોંગતાશ જઈ રહેલ એક લશ્કરી વાહન ભૂસ્ખલનમાં ફસાઈ ગયું. આ દુ:ખદ ઘટનામાં બે સૈન્ય અધિકારીઓ શહીદ થયા, જ્યારે ત્રણ અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક એરલિફ્ટ કરીને લેહની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code